SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ - પ.પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી 1 સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો ૦ ધનવંત ટી. શાહ Jપ્રસિદ્ધ વિદ્વાન ડો. ધનવંતભાઈ કલામર્મજ્ઞ, સાહિત્યરસિક, પ્રેમપૂર્વક અનેકને જ્ઞાનયજ્ઞમાં જોડનાર છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ' અને પ્રબુદ્ધ જીવનના માધ્યમથી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહે છે. પ.પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીના પદ્યસાહિત્યનો સવિશેષ પરિચય અત્રે તેમના લેખ દ્વારા પ્રાપ્ત થાય છે. – સં.] અલ્ય બુદ્ધિ છે માહરી, આપો મુજને જ્ઞાન નમન કરું વંદું સદા, આપો મુજને સાન ! નથી લેખક નથી કવિ હું, નથી જ્ઞાન વા નથી વિદ્વાન બાળક ચાલે પ્રેમે લખ્યું મેં, સત્ય જણાય તો લેજો જ્ઞાન.” માત્ર પંદર વર્ષની ઉમરે આવું કવન કરનાર અને આવી નમ્રતા પ્રગટ કરનારને જૈન અને જૈનેતર સમાજે જેમને કર્મયોગી, ધ્યાનયોગી, જ્ઞાનયોગી, અધ્યાત્મયોગી, સૂરિપુંગવ, પ્રવચન પ્રભાવક, મસ્ત અવધૂત, અઢારે આલમના પૂજનીય, દિશાદર્શક, કર્ણધાર, સૂત્રધાર, જીવનમુક્ત જીવદયાના જ્યોતિર્ધર, અપ્રમત્ત અને વિશુદ્ધ સંયમી આવાં અનેક વિશેષણોથી વિભૂષિત કર્યા છે એ પ.પૂ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.નું સાહિત્યસર્જન સાગર જેટલું વિશાળ અને ગહન છે. આયુકાળ માત્ર ૫૧ વર્ષનું, દક્ષા ર૭મી વરસે અને સર્જનકાળ માત્ર ર૪ વરસ. આ ૨૪ વરસમાં ૧૪૦થી વધુ પુસ્તકોનું સર્જન. કેટલાંક પુસ્તકો ગ્રંથ કક્ષાનાં. સર્જન ગદ્ય અને પદ્યમાં. જાણે સાહિત્યસર્જનનો ફુવારો. પંદર વરસની ઉંમરે પહેલી કવિતા લખી નર્મદ-દલપત શૈલીની. પછી સર્જનયાત્રા શરૂ થઈ દીક્ષા લીધા પછી. સંસારી નામ બેચરદાસમાંથી બુદ્ધિસાગર પ્રગટ્યા. સૂર્યકિરણ સ્પર્શવાથી જેમ કમળ ખીલી ઊઠે તેમ જ્ઞાનનાં દિવ્યકિરણો આત્મામાં પ્રવેયાં અને જ્ઞાનવૈરાગ્યનું કમળ ખીલી ઊહ્યું અને વિવિધ સર્જનોમાંથી એ મહેકી ઊઠ્યું. ૮૮ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy