SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ જણાવેલાં ૧૧૧ ગુજરાતી પુસ્તકોમાં લગભગ ૯૦ પુસ્તકોનું લખાણ ગદ્યમાં અને એ પણ વિષયવૈવિધ્ય સાથે. અધ્યાત્મ મહાવીર ગીતા, અધ્યાત્મ ગીતા, આત્મશક્તિપ્રકાશ, આનંદઘન પદ ભાવાર્થ, ઈશાવાસ્યોપનિષદ, કર્મયોગ, ગચ્છમતપ્રબંધ, જેનોપનિષદ, જેન-ખ્રિસ્તી ધર્મનો મુકાબલો, ધ્યાનવિચાર, લાલા લજપતરાય અને જૈન ધર્મ, યોગદીપક, સમાધિશતક, અધ્યાત્મસાર, કર્મપ્રવૃત્તિ, દેવચંદ્ર ચરિત્ર અને નવચક્રસાર. આ તો થોડા ગ્રંથોનો માત્ર નામોલ્લેખ છે જેથી વિષયવૈવિધ્યની આપણને પ્રતીતિ થાય. આ બધા ગ્રંથોમાંથી કેટલાક ઘટનાત્મક અને ઐતિહાસિક ગ્રંથોનો અહીં ઉલ્લેખ વિચારીએ. જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલોમાં પૂજ્યશ્રીએ જૈન ધર્મની વિશિષ્ટતા સિદ્ધ કરી છે. જે જૈન સાધુ સાધુપણું છોડીને ખ્રિસ્તી થયો હતો, તેને પૂજ્યશ્રીએ આ પુસ્તકથી મહાત કર્યો હતો. એ જ રીતે જૈન ધર્મમાં મૂર્તિપૂજાનું વિધાન લખી મૂર્તિપૂજામાં ન માનનાર સ્વામી દયાનંદ સરસ્વતી અને સ્થાનકવાસી સંપ્રદાયને તત્ત્વસિદ્ધ ઉત્તર આપ્યો, એ જ રીતે લાલા લજપતરાયે પંજાબમાં જૈન ધર્મ વિરોધી કેટલાંક વિધાનો કર્યા હતાં. એના ઉત્તરમાં લાલા લજપતરાય અને જૈન ધર્મ પુસ્તક લખ્યું. પૂજ્યશ્રીનો કર્મયોગ ગ્રંથ વાંચી લોકમાન્ય તિલકે જેલમાંથી લખેલું કે, જો મને પહેલેથી ખબર હોત કે તમે આ કર્મયોગ લખી રહ્યા છો તો હું મારો કર્મયોગ કદી ન લખત. આ ગ્રંથ વાંચી હું પ્રભાવિત થયો છું.' પૂજ્યશ્રીની ગુણગ્રાહકતાની પ્રશંસા કરતાં એઓશ્રીના સમુદાયના પૂ. આચાર્ય વાત્સલ્યદીપ લખે છે, “શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની ગુણાનુરાગી જીવનદષ્ટિની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ગચ્છ કે સંપ્રદાયની સંકુચિતતામાં પડ્યા વિના એમણે સદૈવ સારું એ મારુંની ભાવના જીવંત રાખી છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજ જે. મૂ. તપાગચ્છીય પરંપરાના હતા પણ તેમણે ખરતરગચ્છીય પરંપરાના શ્રીમદ્ દેવચંદ્રજી વિશે મહત્ત્વપૂર્ણ સંશોધન અને લેખન કર્યું.' ખરતરગચ્છીય શ્રીમદ્ દેવચંદ્રજીનું વિશિષ્ટ સ્થાન છે. તેમની અધ્યાત્મ રસપ્રચુર રચનાઓ વેરવિખેર હતી અને તેમના જીવન વિશે ઓછી માહિતી ઉપલબ્ધ હતી. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ ગચ્છભેદ વિસારીને તેમના વિશે જાણવા અથાગ પ્રયત્ન કર્યો અને શ્રીમદ્ દેવચંદ્રજી નામે બે ગ્રંથો પ્રગટ કર્યા. લગભગ બે હજાર પાનાંના આ વિશિષ્ટ ગ્રંથોમાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની સાહિત્યદષ્ટિ અને સંશોધન ક્ષમતા સુપેરે પ્રગટ થાય છે. તેમાં ભર્યું ગુણાનુવાદ પણ છલકતો જોવા મળે છે. પૂજ્યશ્રીની શ્રીમદ્ દેવચંદ્રજી પ્રતિ ઊંડી શ્રદ્ધા પણ જોવા મળે છે. પૂજ્યશ્રીએ નિયમિત ડાયરી લખી છે. જૈન સાધુએ આવી રોજનીશી લખી હોય એવું જાણવામાં નથી આવ્યું. આ દૃષ્ટિએ સાહિત્યજગતમાં શ્રીમદ્ , બુદ્ધિસાગરજીનું આ પ્રદાન ઐતિહાસિક છે. વિહાર સમયે તેમ જ ચાતુર્માસ દરમિયાન જે-જે ઘટના ઘટી અથવા પ્રકૃતિદત્ત જે-જે અનુભવો થયા એ આવી રોજનીશીમાં ૯૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy