SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ચીલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન ઉપર્યુક્ત બન્ને ઉલ્લેખોને આધારે જણાય છે કે અજુનવમાં અને જયસિંહ વચ્ચે પાવાગઢની તળેટીમાં યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં અર્જુનવર્માએ જયસિંહની પુત્રીર૭૪ વિજયશ્રી કે પારિજાતમંજરીનું અપહરણ કર્યું અને પાછળથી સિંહે મૈત્રી સંબંધ ટકાવવા એનું લગ્ન અજુનવમ વેરે કર્યું. ૨૭૫ જોકે આ બને વચ્ચે થયેલા યુદ્ધ વિશે મતભેદ પડેલા છે. દુ. કે શાસ્ત્રી આ અંગે પારિજતમંજરી”માં જણાવેલું પાવાગઢ પાસેનું યુદ્ધ, અજુનવર્માના અભિલેખોમાં તેમજ સોમેશ્વરની “કીતિ કૌમુદી”માં તેમજ “પ્રબંધચિંતામણિમાં જણાવેલ સુભટવર્માના આક્રમણને ગણે છે, તેમજ આ યુદ્ધ અજુનદેવના વિ. સં. ૧૨૬ ના તામ્રપત્ર પહેલાં ઈ. સ. ૧૨૧૦-૧૧માં થયું હોવાનું જણાવે છે. પરંતુ આ મુદ્દાને સ્પષ્ટ કરતાં હ. ગં. શાસ્ત્રી જણાવે છે કે દુ. કે. શાસ્ત્રીની આમાં કંઈ ગેરસમજ થઈ લાગે છે, કારણ કે “પારિજાતમંજરી”માં આ આક્રમણ સ્પષ્ટત : અનવર્માએ કર્યું હોવાનું જણાવ્યું છે.૨ ૭૬ જે કે દુ. કે. શાસ્ત્રીએ -પ્રબંધચિંતામણિ”ના આધારે આગળ જતાં અજુનવમની સાથેના યુદ્ધને ઉલ્લેખ તે કર્યો જ છે. વળી દુ. કે શાસ્ત્રી જયશ્રી–પ્રશસ્તિમાં ઉલ્લેખિત માલવસેનાના આક્રમણને આ યુદ્ધ માને છે. આથી એના આધારે એને સમય વિ. સં. ૧૨૭૩ (ઈ. સ. '૧૨૧૬) પહેલાં જણાવે છે. આ ઉપરાંત તેઓ અજુનવર્માના વિ. સં. ૧ર૭ર (ઈ. સ. ૧૨૧૬) ના તામ્રપત્રમાં આવતા “જયસિંહ ભાગી ગયા”–નો ઉલ્લેખ દર્શાવતી વખતે એ જ્યસિંહ ભીમદેવ તરફથી સામે થયેલ સામંત હોવાનું ધારે છે.૨૭૭ જો કે આગળ જતાં શ્રી દુ. કે. શાસ્ત્રી આ સિંહ જેનું વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩)નું તામ્રપત્ર મળ્યું છે અને જે છેડા વખત માટે ગુજરાતની સત્તા પર બેઠેલે તે યંતસિંહ જ હોવાને તક પણ રજૂ કરે છે.૨૮ શ્રી એ. કે. મજુમદાર આ બાબતની વિગતે છણાવટ કરતાં જણાવે છે કે પ્રબંધોમાં અજુનવર્માએ ગુજરાત સામે યુદ્ધ કર્યું અને તેમાં તે વિજયી નીવડ્યો તેવા નિર્દેશ છે, પરંતુ તેમાં જ્યસિંહના કેઈ ઉલ્લેખ કરેલા નથી. જોકે અજુનવર્માના અભિલેખ દ્વારા આ બાબત સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત “પારિજાતમંજરી”—નાટિકામાં પણ અજુનવર્માએ સિંહને હરાવ્યાના ઉલ્લેખ આપેલા જ છે. આથી તેઓ એમ સ્પષ્ટ કરે છે કે સિંહ પરના આ વિજ્યનો ઉલ્લેખ અજુનવર્માના ઈ.સ. ૧૨૧૦ના દાનપત્રમાં આવતું હોવાથી આ યુદ્ધ ઈ.સ. ૧૨૧૦ પહેલાં થયું હોવું જોઈએ.૨૭૮ આ ઉપરાંત એ. કે. મજુમદાર એમ પણ જણાવે છે કે વિ.સં. ૧૨૮૦ (ઈ.સ. ૧૨૨૩)ના યંતસિંહના લેખની
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy