SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ - જયસિંહ કે યંતસિંહ ર (ઈ. સ. ૧૨૧૦ થી ૨૨૩) - ચૌલુક્ય કાલના કેટલાક અભિલેખોને આધારે જણાય છે કે ભીમદેવ ૨ જાએ વિ. સં. ૧૨૩૪ (ઈ. સ. ૧૧૭૪) થી વિ. સં. ૧૨૯૮ (ઈ.સ. ૧૨૪૨) વર્ષ દરમ્યાન સળંગ ૬૩ વર્ષ સુધી રાજ્ય કર્યું નથી પણ વચ્ચેના ઈ.સ. ૧૨૧૦ થી ૧૨૨૩ના પંદર વર્ષના ગાળામાં સિંહ કે યંતસિંહ ર જે નામને રાજા રાજ્ય કરતા હોવાનું જણાયું છે. જોકે આ રાજવીને તેના રાજ્યકાળ દરમ્યાનના બે જ લેખ પ્રાપ્ત થયા છે : ૧. વિ. સં. ૧૨૭૪ (ઈ. સ. ૧૨૧૮) નું ભૂતિયાવાસણું તામ્રપત્રક ૨. વિ. સં. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૩–૨૪) નું કડીનું તામ્રપત્ર આ રાજવીના દાનપત્રમાં અગાઉના ચૌલુક્ય રાજવીનાં દાનશાસનની જેમજ ચૌલુક્ય વંશની વંશાવળી આપેલી છે તથા ચૌલુક્ય વંશના દરેક ર જાની જેમ “સમસ્ત રાજાવલીસમલક્ત” અને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ પ્રૌઢપ્રતાપ” જેવાં બિરુદે લગાડેલાં છે. લેખમાં આપેલી વંશાવળી છેક ભીમદેવ ર જ સુધી ચાલે છે. સિંહે પિતાને માટે “એકાંગવીર” અને “અભિનવસિદ્ધરાજ” એવાં બિરુદે પ્રોજેલાં છે. ચૌલક્ય કાલના ઇતિહાસમાં આ જ્યસિંહ કોણ એ એક સમસ્યા રહી છે. આ કુળમાં સિદ્ધરાજ જયસિંહ થયે, પરંતુ એ તે વિ. સ. ૧૧૫૦ થી ૧૧૯૯ દરમ્યાન ગુજરપતિ હતે. અહીં સિંહે તેના બંને લેખમાં ચૌલુક્ય કુલની જ વંશાવલી આપેલી છે. આથી એ ચૌલુક્ય વંશનો જ હોવો જોઈએ. પ્રબંધમાં જયસિંહનું નામ નથી તેમજ એના લેખમાં પણ મુખ્ય વંશ સાથે એને સંબંધ બતાવ્યા નથી તેથી તે ચૌલુક્ય વંશને કઈ ભાયાત હોવાનું સંભવે છે.૨૬૮ માળવાના પરમાર રાજા સુભટવર્માના પુત્ર અને ઉત્તરાધિકારી અજુનવર્માનાં કુલ ત્રણ દાનશાસને ઉપલબ્ધ થયાં છે. આ દીનશાસન અનુક્રમે વિ. સં. ૧૨૬૭ (ઈ. સ. ૧૨૧૧),૨૬૯ વિ. સં. ૧૨૭૦ (ઈ. સ. ૧૨૧૩)૨૭૦ અને વિ. સં. ૧૨૬૭ (ઈ. સ. ૧૨૧૧)૨૭૧ નાં છે. આ લેખમાં જણાવ્યા પ્રમાણે અજુનવર્માએ ગુર્જરપતિ સિંહને હરાવ્યું હતું.' આ ઉપરાંત ઈ. સ. ૧૮૦૫માં છે. હુશે “ધારા પ્રશસ્તિ” નામનું સંસ્કૃત નાટક પ્રકાશિત કરેલું છે.૨૭૨ આ નાટકમાં પણ અજુનવર્મા અને જયસિંહ વચ્ચેના પર્વ–પર્વત યુદ્ધમાં અર્જુનવર્માની જીત થઈ હોવાનું નોંધાયું છે. આમાં પર્વ પર્વત તે પાવાગઢ હોવાનું મનાય છે.૨૭૩ .
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy