SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ માહિતીના આધારે જણાય છે કે યંતસિંહ ઈ.સ. ૧૨૦૫ અને ૧૨૧૦ની વચ્ચે સત્તા પર આવ્યું હશે અને તેણે ઈ.સ. ૧૪૨૩ અને ૧૨૨૬ની વચ્ચે સત્તા ગુમાવી હશે.૨૮૦ ભીમદેવ ર જાએ વિ.સં. ૧૨૩૫ થી ૧૨૯૮ સુધી એમ સળંગ ૬૩ વર્ષ રાજ્ય કર્યું હતું તેવા ઉલ્લેખો “પ્રબંધચિંતામણિમાં કરેલા છે, તેમજ વચ્ચે જ્યસિંહ કે યંતસિંહે કેટલાં વર્ષ રાજ્ય કર્યું હશે તેમ જણાવેલ નથી.૨૮૧ જ્યસિંહના રાજ્યકાલની ઉત્તરમર્યાદા વિશે ખાસ કોઈને શંકા નથી પરંતુ એની (જ્યસિંહની) પૂર્વમર્યાદા અજુનવર્માના લેખમાં જણાવેલ વર્ષ પરથી નક્કી થઈ હોવા છતાં ભીમદેવ આટલાં બધાં વર્ષો દરમ્યાન સત્તા પર હોવાનું સંશયાત્મક જણાય છે. ડો. મજુમદાર, વિ.સં. ૧ર૬ (ઈ.સ. ૧૨૦૪–૫)ની સિદ્ધાંત ચરિતની હસ્તપ્રતની પુષ્યિકામાં ભીમદેવ રાજ્ય કરતો હોવાનું જણાવ્યું હોઈ તેને આધારે જયસિંહની પૂર્વ મર્યાદા એ પછી જણાવે છે. ૨૮૨ આ પહેલાં ભીમદેવ ર જાના વિ.સં. ૧૨૭૫ (ઈ.સ. ૧૨૧૯)ના ભરાણુના લેખના આધારે શ્રી દુ. કે. શાસ્ત્રીએ જયસિંહની પૂર્વમર્યાદા વિ.સં. ૧૨૭૫ પછી મૂકી હતી.૨૮૩ પરંતુ વિ.સં. ૧૨પને આ લેખ પહેલાં ભીમદેવને હોવાનું સાબિત થયેલું હતું ૨૮૪ પણ લેખને વધુ અભ્યાસ કરતાં પ્રસ્તુત લેખ ભીમદેવને નહીં પરંતુ વાઘેલા શાખાના અજુનદેવના સમ્યનો વિ.સં. ૧૩૨૭નો હોવાનું પુરવાર થયું છે. ૨૮૫ આથી શ્રી હ.ગં, શાસ્ત્રી જણાવે છે કે શ્રી દુ. કે. શાસ્ત્રીએ જણાવેલી સિંહની પૂર્વ મર્યાદા હવે અસ્વીકાર્યા ગણાય.૨૮ - આ સંદર્ભમાં ડ. હ.ગં. શાસ્ત્રી જણાવે છે કે ભીમદેવ ૨ જાના વિ.સં. ૧૨૬૩ના કડીના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે ભીમદેવે અણહિલપાટકમાંથી ગભૂતા પથકમાં દાન આપ્યું છે. ૨૮૭ આ ઉપરાંત વિ.સં. ૧૨૬૬ (ઈ.સ. ૧૨૧૦)ના લેખમાં પણ એ અણહિલપાટણમાં રાજ્ય કરતો હોવાનું જણાવ્યું છે. આ પરથી ભીમદેવ ૨ જાની સત્તા વિ. સં ૧૬૬ સુધી હશે અને જ્યસિંહના રાજ્યકાલની પૂર્વ મર્યાદા વિ. સં. ૧૨૬૬-૬૭ માં આવતી હોવાનું સ્પષ્ટ થાય છે.૨૮૮ - બીજા તામ્રપત્ર પરથી એમ જણાય છે કે, વિ. સં. ૧૨૮૦માં જ્યસિંહનું અણહિલપાટણમાં રાજ્ય હશે અને એના રાજ્યકાલની ઉત્તર મર્યાદા વિ.સં. ૧૨૮૦ : અને ૧૨૮૩ની વચ્ચે રહેલી છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે જ્યસિંહે કહ્યા કારણોસર ભીમદેવ રાજા પાસેથી સત્તા છીનવી લીધી હશે ? આ સદાને
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy