SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય સ્થિતિ : ચૌલુક્ય વંશ પષ લેખમાં થયેલું છે. આ પછી તેના ઘણુંખરા લેખમાં આ બિરુદ પ્રયોજેલું જણાય છે. પણ જો કે તેનું આ બિરુદ વિ. સં. ૧૧૮૪ (ઈ. સ. ૧૧૨૮)ના તામ્રપત્રમાં પણ પ્રોજેલું છે પરંતુ આ તામ્રપત્ર બનાવટી સાબિત થયું છે.૫૦ આ સિદ્ધરાજના લેખમાં જણાવેલ આ બર્બરક કોણ તે એક પ્રશ્ન છે. તે શા માટે બબર તરીકે ઓળખાતો હતો તેના વિવિધ મતભેદો પડે છે. જેમકે હેમચંદ્રાચાર્યે બર્બરકને રાક્ષસ તરીકે ઓળખાવ્યા છે, ૧૫૦ જ્યારે સોમેશ્વર અને અરિસિંહે એને સ્મશાનમાં રહેનારે રાક્ષસ હતો એમ કહ્યું છે. આ રાક્ષસરાજને બાંધીને તેને જીતવામાં સફળતા પ્રાપ્ત થતાં જયસિંહ પિતે એ “રાજને કાબૂમાં લેનાર સિદ્ધ તરીકે અર્થાત “સિદ્ધરાજ” તરીકે જાણીતે થયે.૧૬૦' આ બર્બરક ગુજરાતના લોકસાહિત્યમાં “બાબરભૂત” તરીકે જાણીતું થયું છે. ડે. ન્યૂલરના મત પ્રમાણે આ બાબ કે બર્બરક કોળી, ભીલ કે કદાચ મેર હોઈ શકે.૧૬૧ ડો. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ આ મતને અનુમોદન આપીને બર્બરક એ નામની અનાય લડાયક કોમને સરદાર હોવાનું સૂચવ્યું છે. ૬૨ ઉપરોક્ત અનુમાનને સિદ્ધરાજના સમકાલીન વાડ્મટનું “બરે શિપ્રા નદીના પાણીને બાંધ્યું હતું.” એ વાક્ય અનુમોદન આપે છે. ૧૬૩ આમ સિદ્ધરાજના સત્તા પર આવ્યાના થોડાક જ વર્ષોમાં તેણે આ બર્બર પર વિજય પ્રાપ્ત કર્યો હશે. માળવા પર વિજય : વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૮)ના ગાળાના શિલાલેખમાં “બર્બરકજિષ્ણુ”ની સાથે “અવંતીનાથ”નું બિરુદ પ્રયોજેલું છે. આ પરથી અનુમાન થઈ શકે કે બર્બર–વિજ્ય અને માળવા પરને વિજ્ય સિદ્ધરાજે નજીક નજીક પ્રાપ્ત કર્યા હશે. સિદ્ધરાજ જયસિંહના ગાળાના શિલાલેખ તથા બાદના અન્ય લેખોમાં પણ આ બિરુદને વારંવાર નિદેશ પ્રાપ્ત થાય છે. - સિદ્ધરાજના લેખેની સાથે સાથે તેના સમકાલીન તેમજ અનુકાલીન રાજવીઓના લેખમાં તેના આ પરાક્રમને ઉલ્લેખ થયેલું છે. સિદ્ધરાજના જ વિ. સં. ૧૧૯૬ (ઈ. સ. ૧૧૪૭)ના દાહોદના શિલાલેખમાં સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માને હરાવ્યો હતો તેવો સ્પષ્ટ નિર્દેશ થયેલ છે. આ યશવમ સિદ્ધરાજને સમકાલીન હતો. યશોવર્માના વિ. સં. ૧૧૯૨ (ઈ. સ. ૧૧૪૬)ના દાનપત્રમાં સિદ્ધરાજના માળવા પરના આક્રમણને ઉલ્લેખ થયેલ છે.૧૬૪ વડનગરની કુમારપાલની પ્રશસ્તિમાં સિદ્ધરાજે માળવાના રાજાને કેદ કર્યાને ઉલ્લેખ મળે છે.૧ ૬૫
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy