SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ગુજરાત ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન (૧૪) આ લેખ ઉદયપુરમાં પ્રાપ્ત થયેલ છે. આ લેખ ત્રુટિત છે.૧૪૭ પ્રસ્તુત લેખને પ્રસિદ્ધ કરતાં છે. કિહોને લખ્યું છે કે આ લેખમાં તારીખ આપેલ નથી. પરંતુ લેખની ત્રીજી પંક્તિમાં આ લેખ જયસિંહના રાજ્યકાળમાં લખાયો હોવાનું જણાવેલું છે. ૧૪૮ જ્યારે શ્રી મુનશીએ આ લેખને પ્રશ્નચિહ્ન સાથે ઈ. સ. ૧૧૨૩ને અને સિદ્ધરાજને માન્ય છે. ૧૪૮ પરંતુ આ લેખને સિદ્ધરાજનો માનવામાં મુશ્કેલી છે. કારણ કે માળવાને વિજ્ય કર્યા પહેલાં સિદ્ધરાજની પ્રશસ્તિ ઉદયપુર (વાલિયર)માં શક્ય બને નહિ, એટલે કદાચ આ લેખ સિદ્ધરાજનાં છેટલાં વર્ષોમાં લખાયો હોય કે એ પછી એના અનુગામીના લેખમાં સિદ્ધરાજનું નામ મુકાયું હોય.૧૫૦ (૧૬) આ લેખ સાંભરના કૂવામાંથી પ્રાપ્ત થયું છે, પરંતુ દાન અંગેની માહિતી, ઉપલબ્ધ થતી નથી. ૧૫૧ (૧૭) તલવાડા ગામની ગણેશની પ્રતિમા નીચેથી ત્રુટિત વર્ષ વગરને લેખ પ્રાપ્ત થયે છે.૧૫ર આ લેખમાં જણાવ્યા પ્રમાણે જયસિંહે નરવર્માનું માનખંડ કર્યું અને પરમદીને કચડી નાંખ્યો હતે. સિદ્ધરાજ જ્યસિંહના સમકાલીન તથા અનુકાલીન લેખમાં પણ સિદ્ધરાજના ઉલ્લેખે થયેલા જણાય છે. જેમકે યશોવર્માના વિ.સં. ૧૧૯૨ (ઈ. સ. ૧૧૩૬)ના દાનપત્રમાં સિદ્ધરાજે માળવાને વિજ્ય કર્યો હતો તેવા નિર્દેશ થયેલા છે.૧૫૩ જ્યારે કુમારપાલના વિ. સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧૫૨)ને વડનગરના લેખમાં૧૫૪ તેમજ વિ. સં. ૧૨૧૮ (ઈ. સ. ૧૧૬૨)ના શિલાલેખમાં સિદ્ધરાજે સિંધુરાજને હરાવ્યા હતા તેવા ઉલ્લેખ થયેલા છે. ૧૫૫ સિદ્ધરાજ જ્યસિંહના ઉપલબ્ધ અભિલેને આધારે તેના વિશે વિશેષ માહિતી નીચે પ્રમાણે જાણવા મળે છે. સિદ્ધરાજ જયસિંહના વિજય : સિદ્ધરાજને લગતા પ્રબંધોમાં જે વૃત્તાતે મળે છે તેમાં કયાંય કાલાનુકમ આપેલે નથી૧૫૬ પરંતુ અહીં ઉપલબ્ધ અભિલેખમાં જણાવેલ બિરુદો તેમજ પ્રસંગોને આધારે તેના વિવિધ વિજે. નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે. (૧) અબરક પર વિજય : સિદ્ધરાજ જયસિંહના વિ. સં. ૧૧૯૩ (ઈ. સ. ૧૧૩૮)ના ગાળાનાં શિલાલેખમાં સિંહના નામની આગળ “બર્બરકજિષ્ણુને એવું બિરુદ પ્રયોજેલું છે. આ બિરુદ સૌ પ્રથમ નિદેશ ઉપરોક્ત શિલા--
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy