SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત ચૌલુક્યકાલીન અભિલેખો : એક અધ્યયન ઉપરોક્ત આમિલેખિક પુરાવાઓ જોતાં જણાય છે કે સિદ્ધરાજે માળવા પર વિજ્ય કર્યો હતો અને આ ઘટના વિ. સં. ૧૧૯૨માં અથવા તે પૂર્વે બની હોય. માળવા પરને વિજય એ સિદ્ધરાજનું એક યશસ્વી પરાક્રમ ગણાય છે. ચૌલુક્ય રાજવીઓ અને માળવાના પરમાર રાજવીઓ વચ્ચે ઘણું લાંબા સમ્યથી સંઘર્ષ ચાલ્યો આવતું હતું જેની ચર્ચા અગાઉ મૂળરાજ ૧ લે અને ભીમદેવ ૧ લાના સંદર્ભમાં કરેલી જ છે. માળવામાં ઉદયાદિત્ય પછી તેને પુત્ર લક્ષ્મણદેવ પછી તેને ભાઈ નરવર્મા ઈ. સ. ૧૯૮૪ સુધી ગાદીએ આવ્યું હતું. નરવ પછી ઉત્તરાધિકાર તેના પુત્ર યશોવર્માને મળ્યું હત૬૬ અને આ યશવર્મા સિદ્ધરાજને સમકાલીન હતે. | હેમચંદ્રાચાર્યે માળવા વિજયનાં કારણે દર્શાવેલાં છે તેમાં જણાવ્યા પ્રમાણે કાલિકાના પૂજન માટે સિદ્ધરાજને ઉજ્જન જવું હતું. આ ઉજ્જન માલવપતિ યશોવર્માના તાબા નીચે હતું. આથી સિદ્ધરાજે માળવાની તરફ પ્રયાણ કર્યું અને રસ્તામાં કિરાતેની મદદથી એણે માળવાની રાજધાની ધારણદુર્ગ જીતી યશવને કેદ કર્યો. ૧૬૭ . મેરૂતુંગે “પ્રબંધચિંતામણિમાં માળવા-વિજ્યને વૃત્તાંત જુદી રીતે આપે છે. તેમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજ સોમનાથની યાત્રાએ ગયે એ દરમ્યાન યશવર્માએ ગુર્જરદેશ પર ચડાઈ કરી હતી. સિદ્ધરાજને આની જાણ થતાં તેણે માળવા તરફ પ્રયાણ કર્યું.૧૪૮ સેમેશ્વરે “કતિકૌમુદીમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજે ધારા પતિને કાષ્ઠપિંજરમાં નાંખીને ધારાનગરી પર કબજો મેળવ્યું હતું. ૧૬૮ જયસિંહસૂરિએ “કુમારપાલભૂપાલ–ચરિત'માં તેમજ જયમંડને “કુમારપાલપ્રબંધ”માં જણાવ્યા પ્રમાણે સિદ્ધરાજને ધારાનગરી કબજે કરતાં બાર વર્ષ લાગ્યાં હતાં.૧૭૦ ઉપરોક્ત અભિલેખિક તેમજ સાહિત્યિક પુરાવા જોતાં જણાય છે કે સિદ્ધરાજે વિ. સં. ૧૧૯૨ (ઈ.સ ૧૧૩૫-૩૬)માં માળવા વિજ્ય કર્યો હતે.૧૭૧ પંચમહાલ જી : સિદ્ધરાજના સમયમાં વિ. સં. ૧૧૯૬૦ના દેહદના શિલાલેખને આધારે જણાય છે કે સિદ્ધરાજે માળવા છતતા પહેલાં રસ્તામાં આવેલ પંચમહાલ પ્રદેશને છ હતું. આ લેખમાં જણાવ્યા પ્રમાણે જ્યસિંહે
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy