SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ આર્થિક સ્થિતિ ૧ હલ ભૂમિમાં ૧૨ શેર જેટલા દાણું વાવી શકાય. સ્વાભાવિક રીતે ભૂમિને વિસ્તાર દાણુના પ્રકાર કે જમીનની જાતને આધારે બદલાતે હેય છે. એમ કહેવાય છે કે, હલવાહ નામના માપનું એકમ મધ્યપ્રદેશના કેટલાંક ભાગમાં પ્રચલિત છે અને ત્યાં તે વિધાના જેટલું ગણાય છે. ૧૨ સંભવત : આ ગુજરાતમાં પણ લાગુ પડે. જી. ડબલ્યુ. ટ્રાઈલ નોંધે છે કે, બીજી ગણતરી એ રીતે થઈ શકે છે, હલવાહ એટલે બે બળદની જેડી વડે ખેડી શકાય તેટલી ભૂમિ.૧૩ સૌરાષ્ટ્રમાં “હલ” કે “હલવાહને સ્થાને “સાંતી શબ્દ પ્રયોજાશ છે ? સાંતીની, ૨ સાંતીની વગેરે. ‘બળદની જોડી એક હળથી જેટલી ખેતી કરી શકે તેટલી જમીન માં અને સામાન્ય અર્થ છે. વિ. સં. ૧૧૦૩ ના માળવાના પરમાર ભોજના દાનશાસનમાં ૪ ભેજરાજના ખંડિયા રાજા સુરાદિત્યના પુત્ર શ્રી જશરાજે ઘટાપલ્લી ગામમાં ઘટેશ્વર મહાદેવના ઉપયોગ માટે વિલહજ ગામ અને શતભૂમિ (૧૦૦ એકર જમીન) દાનમાં અપાયાનો ઉલ્લેખ થયેલે છે. ભીમદેવ ૧લાના વિ. સં. ૧૨૦ ના શિલાલેખમાં૧૫ ભીમદેવ ૧લાએ લુણાવાડા ગામની ૩ હલ જમીન મોઢ બ્રાહ્મણને દાનમાં આપી હતી એને નિર્દેશ થયેલ છે. વિ. સં. ૧૨૧૬ ના કુમારપાલના લેખમાં ૬ નફૂલના દંડનાયક વયજલદેવે એ વાલરી ગામમાં બહસુણાદેવીની પૂજા માટે ગામની ભૂમિમાંથી એક હલ જેટલી જમીન અને વાડી દાનમાં આપી હોવાનો ઉલ્લેખ થયેલું છે. એ પરથી ૧૨ શેર બીજ વાવી શકાય એટલી જમીન દાનમાં આપી હશે. મૂલરાજ ર જાના વિ. સં. ૧૨૩૨ ના લેખમાં૧૭ નાગર બ્રાહ્મણ ધૂડના પુત્ર પ્રભાકરને બ્રાહ્મડવાડા ગામની બે હલવાહ જમીન દાનમાં આપી હતી તે ઉલ્લેખ થયેલે છે. આના પરથી ૨૪ શેર બીજ વાવી શકાય એટલી જમીન આપ્યાનું કહી શકાય. વિ. સં. ૧રપ૬ ના ભીમદેવ ર ાના લેખમાં ૧૮ આસધરને કડાગામની ચાર હલવાહ જમીન દાનમાં આપ્યાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, એટલે કે ઉપર પ્રમાણે જોતાં આમાં ૧૨ પાઈલા બીજ તરીકે વપરાય અને એ પરથી અહી ૧ હલવાહ ભૂમિમાં ૩ પાછલા એટલે કે ૧૨ શેર અનાજ વવાય એવો સામાન્ય હિસાબ મૂકી શકાય. એ પરથી ૪૮ શેર બીજ વવાય એટલી ભૂમિનું દાન કર્યાનું કહી શકાય. વિ. સં. ૧૨૯૫ ના ભીમદેવ ર જાના લેખમાં લૂણપસાકના પુત્ર રાણું વિરમે ઘૂસડીમાં બાંધેલા વિરમેશ્વર અને સૂમલેશ્વર મંદિરમાં પૂજાથે બે હલવાહ ભૂમિને એક બગીચે દાનમાં આપ્યાને ઉલ્લેખ થયેલ છે. આ પરથી ૨૪ શેર બીજ વાય એટલું ભૂમિદાન થયાનું ગણાય. ---
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy