SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ચૌલુક્યકાલીન અભિલેખે : એક અધ્યયન શ્રી આર. એન. સાલેર જણાવે છે કે “મધ્ય ભારતમાં, ખાસ કરીને ઈ. સ. ૬ ઠ્ઠી સદીના પ્રારંભમાં “હલી” એ સંભવત : ભૂમિમાપન તરીકે વપરાતે એકમ હતા. અને “હર્ષચરિતમાને એક ઉલેખ આ બાબતને ટેકે આપે છે.* એમાં જણાવ્યા પ્રમાણે એક હજાર શેર (માપનાં) એવાં ગામોના દાનના ઉલ્લેખ છે. હર્ષવર્ધનના રાજ્ય પછી પણ આ પ્રથા કેટલેક સમય ચાલુ રહી હતી. શ્રી સાલેટર માને છે કે એક “શેર” એટલે એક હળની લંબાઈ જેટલી જમીનને ટુકડે. પરંતુ ડી. સી. સરકારના મત પ્રમાણે એક શેર =ચાર હલ. આમ છતાં શેર અથવા હલની લંબાઈ વિશે ચક્કસ અંદાજ નથી. સામાન્ય રીતે એક હલની લંબાઈ ૧૨ ફૂટ હોય છે. જમીનના ટુકડાની દરેક બાજુ જે ૧ હલ હોય તે જમીનનું માપ હાલની ભાષામાં ૧૨ ફૂટ x ૧૨ ફૂટ = ૧૪૪ સમરસ ફૂટ કહી શકાય. જો આમ હેય. તે ખરેખર આ ખૂબ જ નાને એકમ થાય અને એક હલવાહ જમીન દાનમાં આપી હોય તે બહુ ઓછી ગણાય. “ગણિતસાર” પ્રમાણે ૧ હલવાહ = ૩૧૨૦ હસ્ત એટલે કે ૪૬૮૦ ફૂટ, પરંતુ આ માપ જમીનના માપમાં લઈએ તે ૧ હલવાહ=૨૧૯૦૨૪૦૦ ચે. ફૂટ થાય, એટલે કે આશરે ૮૫૫ વીઘા થાય, પરંતુ આ બહુ મોટું માપ થાય. આમ છતાં એ સત્ય છે કે વ્યક્તિગત જે ભૂમિ દાનમાં આપી છે તે વધુમાં વધુ ૨૦ હલવાહ માપની છે. આથી “હલ' શબ્દનો અર્થ હલની લંબાઈના અર્થમાં ન લેતાં વાસ્તવમાં એમ જણાય છે કે “હલ” એ હલવાહ શબ્દનું સંક્ષિપ્તરૂપ હોવું જોઈએ, કે જે ખેતરમાં હલ ચલાવવાના કાર્યનું સૂચન કરે છે, આથી જમીનના એક ટુકડાને એક હલથી ઓળખાવાય છે. લેખપદ્ધતિના સંપાદક વી. વી. મિરાશી અને ડી. સી. સરકારે આ અથ દર્શાવ્યું છે,૮ પરંતુ આમ છતાં એ સ્પષ્ટ નથી કે એક હલવાહમાં કેટલી ભૂમિના વિસ્તારને સમાવેશ થઈ શકે. ડી. સી. સરકાર નેંધે છે કે એને વિસ્તાર ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા આંકવામાં આવે છે. જેમકે રાજસ્થાનમાં એક હલવાહ બરાબર ૫૦ વીઘા (લગભગ ૨૯.૪૧ એકર)૧૦ ગણાય છે. વી. વી. મિરાશી એ ૫ એકર હોવાનું ગણે છે.૧૧ પરંતુ દુર્ભાગ્યે આ વિદ્વાનોએ એમના આ કથન માટે કઈ ખાસ આધાર ટાંક્યા નથી. | ગુજરાતમાં હાલમાં આ એકમ પ્રચલિત નથી. આ કાળ દરમ્યાન ભૂતકાળના પરિચિત ઉલ્લેખ દ્વારા આપણે એના વિસ્તારના અનુમાન વિશે એધાણી કરી શકીએ એમ છે. સૂણકના વિ. સં. ૧૧૪૮ના દાનપત્રમાં ૪ હલવાહ ભૂમિ= ૧૨ પાઈલાં તરીકે રજૂ કરી છે. પાછલાં એટલે વાવવાના દાણ. ૧ પાઈલા =૪ શેર, આથી
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy