________________
ઉત્સર્ગમાર્ગ છે, એનું ફળ સર્વોત્તમ છે, પણ સમિતિના અવસરે સમિતિ રૂપી અપવાદનું આચરણ કરો, તો ગુપ્તિ જેટલું જ ફળ મળે છે, માટે ફળની અપેક્ષાએ ત્યાં ગુપ્તિ જ છે...એમ કહી શકાય.
વળી જેમ નિર્દોષ ગોચરી ઉત્સર્ગ છે, કારણસર યતનાપૂર્વક દોષિત ગોચરી અપવાદ છે, પણ ઉત્સર્ગરાગી જીવો કારણ વખતે પણ અપવાદ સેવવા તૈયાર ન થાય, ત્યારે એમને સાચી વાત સમજાવવી જ પડે કે દોષિત ગોચરીમાં પણ તને નિર્દોષ જેટલો જ લાભ થવાનો
પ્રસ્તુતમાં ગુપ્તિનો અપરંવાર મહિમા સાંભળીને મુગ્ધ સંયમીઓ એના જ આગ્રહવાળા બને, અને સમિતિનો અવસર આવવા છતાં પણ સમિતિનું પાલન ન કરે, તો એમાં નુકસાન જ થવાનું. એટલે એ સંયમીઓને સમજાવવું પડે કે ‘સમિતિ વખતે પણ ગુપ્તિ છે જ' એટલે તેઓનો ઉત્સાહ વધે કે ‘સમિતિ વખતે પણ ગુપ્તિ છે જ, એટલે અમને ગુપ્તિનો લાભ મળવાનો જ.'
આવા આવા કારણોસર ગુપ્તિને પ્રવૃત્તિ-નિવૃત્તિ બંને સ્વરૂપે દર્શાવી હોઇ શકે.
જેમ ગુપ્તિ ઉત્સર્ગ છે, સમિતિ એનો અપવાદ છે. એમ સમિતિરૂપી અપવાદનો પણ અપવાદ હોઇ શકે છે. દા.ત. કારણસર લાંબો વિહાર કરવાનો હોવાથી અંધારામાં, નીકળવું પડે તો એમાં ઇર્યા પાળી નહિ શકાય. તો આ ઇર્યાસમિતિનો અપવાદ ગણાય. એમ અન્ય સમિતિઓમાં પણ વિચારી લેવું.
સાધુ જીવનની વ્યવસ્થા
·
ઉત્સર્ગમાર્ગે સૌ પ્રથમ ૧૨ વર્ષ સૂત્ર સ્વાધ્યાય (ગાથા ગોખવી).
• ત્યારબાદ ૧૨ વર્ષ અર્થ સ્વાધ્યાય (અર્થને ગ્રહણ કરવો)
• ત્યારબાદ ૧૨ વર્ષ વિવિધ દેશોમાં અનુભવ મેળવવા પરિભ્રમણ કરવું.
• ત્યારબાદ તેમને પ્રજ્ઞા, પરિણતિ, પુણ્ય, પરિવાર આદિ જોઇને પદારૂઢ કરવામાં આવતા.
• હાલ ગુરૂભગવંતની આજ્ઞા પ્રમાણે સ્વાધ્યાય, તપ આદિ આરાધના
કરાવાય છે.
૪૦
જૈન
ન સાધુ જીવન...