SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દસવિધ શ્રમણધર્મ) ધર્મ એટલે સ્વભાવ ! અગ્નિનો સ્વભાવ છે બાળવાનો ! બરફનો સ્વભાવ છે ઠંડકનો ! પ્રત્યેક આત્માનો મૂળ સ્વભાવ છે ક્ષમા-સરળતા વગેરે ! પણ કર્મોના કારણે ક્ષમાના સ્થાને ક્રોધ, સરળતાના સ્થાને કપટ..વગેરે ગોઠવાઈ ગયા છે. જેમ ઠંડુ પાણી પણ અગ્નિના કારણે ગરમ બની જાય તેમ ! અગ્નિ દૂર કરો, તો પાણી ધીમે ધીમે પાછું ઠંડુ થાય. એમ, કર્મો દૂર કરો, તો ક્ષમાદિ ગુણો ધીમે ધીમે પ્રગટ થાય. સંયમી સંયમજીવનમાં આ જ કામ કરે છે, કર્મોને દૂર હટાવીને સ્વભાવને પ્રગટ કરવાનું ! સંયમીએ ઘણા કર્મો હટાવીને થોડો-ઘણો સ્વભાવ તો પ્રગટ કરી જ લીધો છે, એને-થોડાઘણા સ્વભાવને જ ક્ષાયોપથમિક સ્વભાવ કહે છે. જ્યારે સંપૂર્ણ ક્ષમાદિ ગુણો સિદ્ધ થાય, ત્યારે એ ક્ષાયિક સ્વભાવ પ્રગટ થયેલો કહેવાય. સંયમી પાસે ક્ષાયોપથમિક સ્વભાવ ધીમે ધીમે વધતો જ જવો જોઇએ, એ માટે એણે સખત પુરુષાર્થ સતત ચાલુ જ રાખવાનો. એમાં ઢીલાશ કરવાની નહિ. આ પ્રકરણમાં આપણે એ ક્ષમાદિ દસ ધર્મોનું સ્વરૂપ જોવાનું છે, પણ એ વિવેચનરૂપે નહિ, ગુજરાતી ભાષામાં બનાવેલી ૧૦૮ અત્યંત સુંદર મજાની કડીઓ રૂપે ! એકદમ સાદા શબ્દોમાં આ રચના હોવાથી વિવેચન વિના પણ એનો ભાવાર્થ સમજાઇ જશે. (ધન તે મુનિવરા રે...) ધન તે મુનિવરા રે, જે જિન-આણા પાળે, રાગ-દ્વેષને દૂર કરીને, આતમશુદ્ધિ ભાળે. દુર્ગતિ પડતા રાખે મુનિને, દશ ક્ષાજ્યાદિક ધર્મો, શુભભાવથી પાળે તેના, દૂર ટળે સવિ કર્મો ધન તે..૨ અજબ જીવનની ગજબ કહાની —ન ૪૧ – ........... ધન ત... 1
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy