________________
વચનગુપ્તિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ, કાયગુપ્તિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ,
પ્રસન્નચંદ્ર રાજર્ષિને કાયગુપ્તિ-વચનગુપ્તિ હતી, પણ મનોગુપ્તિ જતી રહી, તો સાતમી નરકના કર્મો બંધાવા લાગ્યા. જેવી મનોગુપ્તિ આવી, કે તરત જ મોક્ષ તરફ પ્રયાણ શરુ થઇ ગયું.
ઇર્યા વખતે ભાષાસમિતિનો નિષેધ છે, એષણાદિનો પણ યથાસંભવ નિષેધ છે, એમ ભાષા વગેરેમાં પણ સમજી લેવું. પણ એકપણ સમિતિ કે ગુપ્તિમાં મનોગુપ્તિનો નિષેધ નથી. ઉલ્લું મનોગુપ્તિ તો દરેક વખતે હોવી જ જોઇએ. આમ પણ અન્યમાતાઓ વાચિક-કાયિક ક્રિયા રૂપ છે.જ્યારે મનોગુપ્તિ ભાવરૂપ છે, અને જિનશાસનમાં ભાવ સર્વશ્રેષ્ઠ છે, એ તો આપણે માનીએ જ
છીએ.
એક બીજી વાત પાંચ સમિતિઓ પ્રવૃત્તિરૂપ છે. ત્રણ ગુપ્તિઓ નિવૃત્તિ અને પ્રવૃત્તિરૂપ છે.
એટલે કે જ્યારે સમિતિ હોય, અર્થાત્ શુભપ્રવૃત્તિ હોય, ત્યારે શુભ પ્રવૃત્તિરૂપ માનેલી ગુપ્તિ પણ હોય જ, દા.ત. ઇર્યાસમિતિ વખતે કાયગુપ્તિ પણ ખરી જ. ભાષાસમિતિ વખતે વચનગુપ્તિ પણ ખરી જ..અન્ય ત્રણ સમિતિમાં પણ કાયગુપ્તિ તો ખરી જ.
પણ જ્યારે સંપૂર્ણ મૌન રહેવા રૂપ=નિવૃત્તિરૂપ વચનગુપ્તિ હોય, ત્યારે સમિતિ ન હોય, એમ જ્યારે કાયોત્સર્ગાદિ રૂપ નિવૃત્તિરૂપ હોય, ત્યારે સમિતિ એક પણ ન હોય.
ટુંકમાં, શુભપ્રવૃત્તિ વખતે સમિતિ અને ગુપ્તિ બંને હોય, શુભાશભપ્રવૃત્તિની નિવૃત્તિ વખતે માત્ર ગુપ્તિ જ હોય, સમિતિ ન હોય.
પ્રશ્ન : ગુપ્તિને માત્ર નિવૃત્તિરૂપ જ બતાવી હોત, તો વધુ સારું રહેત. આ બધો ખીચડો ન થાત. શુભ પ્રવૃત્તિ એ સમિતિ જ ! ગુપ્તિ નહિ જ !
શુભાશુભ પ્રવૃત્તિની નિવૃત્તિ એ જ ગુપ્તિ !
ઉત્તર : મનોગુપ્તિ વખતે મને સંપૂર્ણ પણે નિષ્ક્રિય નથી હોતું પણ આત્મહિતકર ભાવોમાં રમતું હોય છે. તેથી ગુપ્તિ હોવા છતાં પણ ત્યાં પ્રવૃત્તિ છે જ. તેથી ગુપ્તિને પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભયરૂપ ગણવી જરૂરી છે. વળી ગુપ્તિ
અજબ જીવનની ગજબ કહાની
૩૯
–
જ
ન્મ