________________
(૪) સંતોષ – લોભનો અભાવ.
(૫) તપ – ઇચ્છાનો નિરોધ કરવો તે.
(૬) સંયમ – તે ૧૭ પ્રકારનું છે-૫ મહાવ્રત, ૫ ઇન્દ્રિયોને કાબુમાં રાખવી,
-
૪ કષાયોને જીતવા, ૩ દંડ (મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ)ની નિવૃત્તિ.
(૭) સત્ય – પ્રિય, પથ્ય (હિતકારી) અને તથ્ય (સત્ય) વચન બોલવું. (૮) શોચ મન-વચન-કાયાની પવિત્રતા.
(૯) અકિંચનતા – કોઇ પણ વસ્તુ ઉપર મમત્વ ન રાખવું. (૧૦) બ્રહ્મચર્ય - મન-વચન-કાયાથી મૈથુનનો ત્યાગ કરવો. ૫) ૧૨ ભાવના
-
જેનાથી આત્મા ભાવિત થાય તે ભાવના. પાણીમાં પલાળેલું કપડું જેમ પાણીથી ભાવિત થાય છે તેમ આત્મા ભાવનાઓથી ભાવિત થાય છે. ભાવના ૧૨ પ્રકારની છે. તે આ પ્રમાણે
(૧) અનિત્ય ભાવના – ધન, કુટુંબ, શ૨ી૨, મકાન વગેરે જગતના બધા પદાર્થો અનિત્ય છે, નાશ પામનાર છે, એમ વિચારવું તે.
(૨) અશરણ ભાવના – રોગ, મરણ વગેરે પીડાઓ વખતે જીવને સંસારમાં કોઇનું શરણ નથી, એમ વિચારવું તે. (૩) સંસાર ભાવના ૮૪ લાખ યોનિમાં જીવની રખડપટ્ટી ચાલુ છે અને સંસારમાં બધા જીવો સાથે વિવિધ સંબંધો થયા છે અને થાય
-
-
છે, એમ વિચારવું તે.
(૪) એકત્વ ભાવના
-
જીવ એકલો જન્મે છે, એકલો મરે છે અને એકલો
કર્મને ભોગવે છે એમ વિચારવું તે.
(૫) અન્યત્વ ભાવના – કુટુંબ, ધન, મકાન, શ૨ી૨ વગેરે બધુ મારૂં નથી,
પારકું છે, એમ વિચારવું તે.
(૬) અશુચિ ભાવના
આ શરીર રસી, લોહી, માંસ, હાડકા વગેરે ખરાબ પદાર્થોથી બનેલું છે, મળ-મૂત્ર વગેરે ગંદકીથી ભરેલુ છે, એમ વિચારવું તે.
(૭) આસ્રવ ભાવના ૪૨ પ્રકારના આસ્રવોથી આત્મામાં પ્રતિસમય કર્મો આવે છે અને આત્મા કર્મોથી ભારે થાય છે. એમ વિચારવું તે. (૮) સંવર ભાવના – સંવરના ૫૭ ભેદોનું વારંવાર ચિંતન કરવું તે. વિશ્વસંચાલનનો મૂલાધાર
-
૭૫