SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) આક્રોશ – કોઇ તિરસ્કાર કરે તો તેની ઉપર દ્વેષ ન કરવો, ખરાબ વિચાર ન કરવા. (૧૩) વધ – કોઇ મારી નાંખે તો પણ મારનાર ઉપર દ્વેષ ન કરવો, ખરાબ વિચાર ન કરવા. (૧૪) યાચના – આહાર, પાણી, વસ્ત્ર વગેરેની યાચનામાં લજ્જા ન રાખવી. (૧૫) અલાભ – યાચના કરવા છતાં વસ્તુ ન મળે તો ઉગ ન કરવો, પણ લાભાંતરાય કર્મના ઉદયને વિચારવો. (૧૬) રોગ – રોગને સહન કરવો, નિર્દોષ ઉપચાર કરવા અને રોગ દૂર ન થાય તો પોતાના કર્મના ઉદયને વિચારવો. (૧૭) તૃણ - ઘાસના સંથારાની અણીઓ શરીરમાં વાગે કે વસ્ત્રનો સંથારો ખેંચે તો પણ ઉગ ન કરતાં સહન કરવું. (૧૮) મલ – શરીર, કપડા વગેરે મેલા થાય તો પણ દુર્ગચ્છા ન કરવી, તેને દૂર કરવાનો પ્રયત્ન ન કરવો. (૧૯) સત્કાર – લોકમાં માન, સત્કાર મળે તો આનંદ ન પામવો અને ન મળે તો ઉદ્વેગ ન કરવો. (૨૦) પ્રજ્ઞા – બહુ બુદ્ધિશાળી કે જ્ઞાની હોવાથી લોકો પ્રશંસા કરે તો અભિમાન ન કરવું પણ પૂર્વેના અનેકગુણા બુદ્ધિશાળી અને જ્ઞાની પુરૂષોને વિચારી નમ્ર બનવું. (૨૧) અજ્ઞાન – બુદ્ધિ મંદ હોવાને લીધે જ્ઞાન ચડતું ન હોય તો ઉદ્વેગ ન કરવો, કંટાળો ન લાવવો, પણ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વિચારવો. (૨૨) સમ્યકત્વ- કષ્ટ કે ઉપસર્ગ આવે કે શાસ્ત્રના સૂક્ષ્મ અર્થ સમજાય નહીં કે બીજા ધર્મમાં ચમત્કાર દેખાય તો પણ જિનધર્મથી ચલિત ન થવું. ૪) ૧૦ યતિધર્મ – યતિ એટલે સાધુ. તેનો ધર્મ તે યતિધર્મ. તે ૧૦ પ્રકારનો છે. તે આ પ્રમાણે. (૧) ક્ષમા – ક્રોધનો અભાવ. (૨) નમ્રતા – અભિમાનનો અભાવ. (૩) સરળતા – માયાનો અભાવ. હજુ ૭૪D) જેન દષ્ટિએ કર્મવિજ્ઞાન...
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy