________________
(૨) વચનગુપ્તિ – સાવદ્ય વચનથી અટકવું અને નિરવદ્ય વચનમાં
મુહપતિના ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવી તે. (૩) કાયગુપ્તિ – કાયાને સાવદ્યથી રોકવી અને નિરવદ્યમાં પ્રવર્તાવવી તે. ૩) ૨૨ પરીષહકર્મની નિર્જરા (આત્મા પરથી દૂર કરવા) માટે સંયમમાર્ગનો
ત્યાગ કર્યા વિના સમતાપૂર્વક સહન કરવા યોગ્ય તે પરીષહ. તે ૨૨ પ્રકારના છે. તે આ પ્રમાણે(૧) સુધા - ભૂખને સહન કરવી, પણ દોષિત આહાર કે અભક્ષ્ય આહારને
ગ્રહણ કરવો કે ખાવો નહીં, તથા મનમાં આર્તધ્યાન ન કરવું. (૨) તૃષા - તરસને સહન કરવી, પણ સચિત્ત પાણી કે મિશ્ર પાણીનો
ઉપયોગ ન કરવો. (૩) શીત – ઠંડી સહન કરવી, પણ અકલ્પ વસ્ત્ર વગેરે કે અગ્નિ વગેરેની
ઇચ્છા કરવી નહીં. (૪) ઉણ – ગરમી, તાપ વગેરે સહન કરવા, પણ છત્રી, સ્નાન, વિલેપન,
પંખા કે શરીર ઉપર પાણીના ટીપા નાંખવાની ઇચ્છા ન કરવી. દંશ – મચ્છર, જૂ, માંકડ, ડાંસ વગેરે ડંખ મારે તો પણ ત્યાંથી ખસી અન્ય સ્થાને જવાની ઇચ્છા ન કરવી, તેમને મારવા નહી,
તેમની ઉપર દ્વેષ ન કરવો. (૬) અચેલ – વસ્ત્ર ન મલે કે જીર્ણ મળે તો પણ દીનતા ન કરવી, બહુ
મૂલ્યવાન વસ્ત્રોની ઇચ્છા ન કરવી, જીર્ણ વસ્ત્ર પહેરવા. અરતિ – સંયમમાં પ્રતિકૂળતા વગેરે આવે ત્યારે કંટાળો ન લાવવો,
શુભભાવના ભાવવી, સંયમ છોડવાની ઇચ્છા ન કરવી. (૮) સ્ત્રી – સ્ત્રીને રાગપૂર્વક જોવી નહી, તેના અંગોપાંગ જોવા નહી,
તેનું ધ્યાન કરવું નહીં, તેને આધીન થવું નહીં. (૯) ચર્યા–એક સ્થાનમાં હંમેશાન રહેતા વિહાર કરવો, વિહારમાં કંટાળવું નહીં (૧૦) વૈષધિથી સ્થાન – શૂન્યગૃહ, રમશાન વગેરે સ્થાનોમાં રહેવું, સ્ત્રી
પશુ-નપુંસક વગેરેથી રહિત સ્થાનમાં રહેવું, પ્રતિકૂળ સ્થાન હોવા
છતાં ઉગ ન કરવો. (૧૧) શય્યા – પ્રતિકૂળ શા મળે તો ઉગ ન કરવો, અનુકૂળ શય્યા મળે
તો હર્ષ ન કરવો.
(૫) દંશ ,
વિશ્વસંચાલનનો મૂલાધાર
ભ૭૩
)