________________
આત્મામાં કર્મોને ઓવતા અટકાવવોની
બારણાં (સંવર)
ઘરની જાળી ખુલ્લી હોય તો ચોર, ભિખારી, અજાણ્યો માણસ, કૂતરો વગેરે ઘરમાં પેસી જાય છે. જાળી બંધ કર્યા પછી કોઇ અંદર આવી શકતું નથી. આસવો એટલે જાળી ખોલવી. આવોથી કર્મો આત્મામાં પેસી જાય છે. સંવર એટલે જાળી બંધ કરવી. આત્મામાં કર્મોને પેસતા અટકાવવા હોય તો ૫૭ પ્રકારના સંવરનું આચરણ કરવું જોઇએ. જેનાથી આત્મામાં કર્મો આવતા અટકે તે સંવર. તેના ૫૭ પ્રકાર છે. તે આ પ્રમાણે૧) ૫ સમિતિ – સમિતિ એટલે સારી પ્રવૃત્તિ. તેના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે૧) ઇર્યાસમિતિ - લોકો વડે ખુંદાયેલા પ્રકાશવાળા રસ્તે જીવરક્ષા માટે
સાડા ત્રણ હાથ ભૂમિને જોતા જોતા ઉપયોગપૂર્વક ચાલવું તે. ૨) ભાષાસમિતિ – મુહપતિના ઉપયોગપૂર્વક નિરવદ્ય (જેનાથી પાપ ન
લાગે તેવા) વચનો બોલવા તે. જેનાથી પાપ લાગે તેવા વચન તે સાવધ વચન. જેમકે, આદેશના વચનો, આરંભની અનુમોદનાના વચનો, અસત્ય વચનો, ચોક્કસ કારપૂર્વકના વચનો. આનાથી
વિપરીત વચનો તે નિરવદ્ય વચનો. ૩) એષણાસમિતિ – શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ ૪૨ દોષોથી રહિત
આહાર વગેરે ગ્રહણ કરવો તે. ૪) આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિ – વસ્ત્ર, પાત્રા વગેરે કંઇ પણ
લેતા મૂકતા, આસન સંથારો વગેરે કંઈ પણ પાથરતા જોવું તથા
પ્રમાર્જવું તે. ૫) પારિષ્ઠાપનિકાસમિતિ – મળ, મૂત્ર, કફ, બળખો, થુંક, અશુદ્ધ આહાર,
નિરૂપયોગી વસ્ત્ર વગેરેને વિધિપૂર્વક જીવરહિત જગ્યાએ પરઠવવું તે. ૨) ૩ ગુપ્તિ – ગુપ્તિ એટલે મન-વચન-કાયાની પ્રવૃત્તિ પર નિયંત્રણ. તેના
ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે– (૧) મનગુપ્તિ – મનને અશુભ વિચારથી અટકાવવું અને શુભ વિચારમાં
પ્રવર્તાવવું તે.
© C ૭૨
) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન..