SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) સ્મૃષ્ટિકી – જીવ કે અજીવને રાગથી સ્પર્શ કરવો. (૧૩) પ્રાહિત્યકી - બીજાના હાથી, ઘોડા, આભૂષણ, ઘરેણા વગેરે જોઇ રાગ-દ્વેષ કરવા. (૧૪) સામંતોપનિપાતિકી - પોતાના હાથી, ઘોડા, રથ, આભૂષણો વગેરે જોઇને બીજા પ્રશંસા કરે કે નિંદા કરે તો રાગ-દ્વેષ કરવા, નાટકસિનેમા-તમાશા-ખેલ વગેરે દેખાડવા, ઘી-તેલ વગેરેના વાસણો ઉઘાડા મુકવા. મૈસુષ્ટિકી – બીજા પાસે શસ્ત્ર વગેરે ઘડાવવા, યંત્ર વગેરેથી કુવાસરોવર વગેરે ખાલી કરાવવા, યોગ્ય શિષ્યને કાઢી મુકવો, શુદ્ધ આહાર પાણી વિના કારણે પરવવા. (૧૬) સ્વસ્તિકી - પોતાના હાથે જીવ કે અજીવને મારી નાંખવા. (૧૭) આશાપનિકી - કોઇની પાસે આજ્ઞા દ્વારા સાવદ્ય (પાપ લાગે તેવું) કામ કરાવવું. (૧૮) વેદારણિકી - જીવ કે અજીવને ફાડી નાંખવા, ઠગાઇ કરવી. (૧૯) અનાભોગિકી - જોયા-પૂજ્યા વિના કંઇપણ લેવું-મુકવું. (૨૦) અનવકાંક્ષાપત્યયિકી - પોતાના કે બીજાના હિતને અવગણીને આલોક કે પરલોક વિરૂદ્ધ આચરણ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે કરવું. (૨૧) પ્રાયોગિકી - મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ કરવી. (૨૨) સામુદાયિકી – કર્મનો સંગ્રહ થાય તેવી પ્રવૃત્તિ કરવી, લોક સમુદાય ભેગા થઇને ક્રિયા કરવી. (૨૩) પ્રેમિકી – પોતે પ્રેમ કરવો, બીજાને પ્રેમ ઉપજાવે તેવી ક્રિયા કરવી. (૨૪) લેષિકી – પોતે દ્વેષ કરવો, બીજાને દ્વેષ ઉપજાવે તેવી ક્રિયા કરવી. (૨૫) ઇર્યાપથિકી - માત્ર યોગને લીધે થનારી ક્રિયા. (મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિનાની) આ ક્રિયા ૧૧મા, ૧૨મા, ૧૩મા ગુણઠાણે હોય છે. (ગુણઠાણાનું સ્વરૂપ આગળ બતાવાશે.) ૪૨ આસવથી આત્મામાં કર્મો આવે છે અને તેનાથી આત્મા મલિન થાય છે. આત્માને કર્મોથી ગંદો થતો અટકાવવો હોય તો આ ૪૨ આસવોનો ત્યાગ કરવો જરૂરી છે. માટે ૪૨ આસવોના ત્યાગ માટે પ્રયત્નશીલ બનવું. વિશ્વસંચાલનનો મૂલાધાર ૭૧ )
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy