________________
આત્મામાં કર્માંતે આવવાના INLETS (આસવો)
ગટરો દ્વારા ગંદકી સમુદ્રમાં આવે છે. તેમ ૪૨ પ્રકારના આસવો દ્વારા કર્મો આત્મામાં આવે છે. પૂર્વે કર્મબંધના મુખ્ય પાંચ કારણો બતાવ્યા હતા. પછી દરેક કર્મના વિશિષ્ટ હેતુઓ બતાવ્યા. હવે અહીં સામાન્યથી બધા કર્મોને આત્મામાં આવવાના સામાન્ય કારણો બતાવાય છે. આત્મામાં કર્મોને આવવાના કારણો આસ્રવો કહેવાય છે. તે ૪૨ પ્રકારના છે. તે આ પ્રમાણે
(૧-૫) ઇન્દ્રિય-૫-પાંચ ઇન્દ્રિયોને પરવશપણું. ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોમાં રાગ ક૨વો અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ કરવો. (૬-૯) કષાય-૪-ક્રોધ, માન, માયા, લોભ (૧૦-૧૪) અવ્રત-૫-હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ (૧૫-૧૭) યોગ-૩-મન-વચન-કાયાનીપ્રવૃત્તિ
(૧૮-૪૨) ૨૫ પ્રકારની ક્રિયાઓ. તે આ પ્રમાણે છે–
(૧) કાયિકી – કાયાને જયણા વિના પ્રવર્તાવવી. દા.ત. જોયા વિના ચાલવુંદોડવું-કુદવું, જોયા-પૂંજ્યા વિના પડખું ફેરવવું, ઊઠવું, બેસવું, બારીબારણા ખોલ-બંધ કરવા, વસ્તુ લેવી મૂકવી.
(૨) અધિકરણિકી-નવા શસ્ત્રો બનાવવા, અથવા જૂના શસ્ત્રોને પરસ્પર જોડવા. (૩) પ્રાઙેષિકી – જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવો.
(૪) પારિતાપનિકી – પોતાને કે બીજાને પીડા ઉપજાવવી.
(૫) પ્રાણાતિપાતિકી - પોતાને કે બીજાને મારી નાંખવા. (૬) આરંભિકી – જીવ કે અજીવનો આરંભ (હિંસા) થાય તેવી પ્રવૃત્તિ કરવી. (૭) પારિગ્રહિકી - ધન-ધાન્ય વગેરેનો સંગ્રહ કરવો અને તેમની ઉ૫૨ મમત્વ કરવું.
(૮) માયાપ્રત્યયિકી – અંદરનો ભાવ છુપાવી બહાર બીજુ બતાવવું, જૂઠા સાક્ષી-લેખ કરવા.
(૯) મિથ્યાદર્શનપ્રત્યયિકી - મિથ્યાત્વના કારણે થતી ક્રિયા. (૧૦) અપ્રત્યાખ્યાનિકી - પચ્ચક્ખાણના અભાવે થતી ક્રિયા. (૧૧) દૃષ્ટિકી – જીવ કે અજીવને રાગથી જોવા.
૭૦
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...