SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (iii) કાયયોગ :– કાયાની પ્રવૃત્તિ કે કાયયોગ. તેના સાત પ્રકાર છે. તે આ પ્રમાણે - (a) ઔદારિક કાયયોગ – ઔદારિક શરીરથી થતી પ્રવૃત્તિ તે. (b) વૈક્રિય કાયયોગ – વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ તે. (C) આહારક કાયયોગ – આહા૨ક શરીરથી થતી પ્રવૃત્તિ તે. (d) ઔદારિક મિશ્ર કાયયોગ – મનુષ્ય અને તિર્યંચને ઉત્પત્તિના પ્રથમ સમયથી ઔદારિક શરી૨ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને કાર્યણની ભેગી પ્રવૃત્તિ તે. કેવળી સમુદ્દાતમાં પણ ૨જા, ૬ઠ્ઠા અને ૭મા સમયે આ કાયયોગ હોય છે. (e) વૈક્રિયમિશ્ર કાયયોગ – દેવ અને નારકીને ઉત્પત્તિના પ્રથમ સમયથી વૈક્રિય શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિય અને કાર્યણની ભેગી પ્રવૃત્તિ તે. તથા વૈક્રિય લબ્ધિવાળા મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ અને પર્યાપ્તા બાદર વાયુકાયને વૈક્રિય શરીર કરતી વખતે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી અને વૈક્રિય શરીર છોડતા ફરી ઔદારિક શરીરમાં આત્મપ્રદેશો પ્રવેશે નહીં ત્યાં સુધી વૈક્રિય અને ઔદાકિની ભેગી પ્રવૃત્તિ તે. (f) આહારકમિશ્ર કાયયોગ – આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મુનિને આહારક શરી૨ ક૨તી વખતે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી અને આહા૨ક શરીર છોડતા ફરી ઔદારિક શરીરમાં આત્મપ્રદેશો પ્રવેશે નહીં ત્યાં સુધી આહા૨ક અને ઔદારિકની ભેગી પ્રવૃત્તિ તે. - (g) કાર્પણ કાયયોગ – તેજસ અને કાર્યણ શરીરોથી થતી પ્રવૃત્તિ તે કાર્પણ કાયયોગ. આમ યોગના કુલ ૧૫ ભેદ થયા. ૫) પ્રમાદ : ધર્મમાં ઉદ્યમ ન કરવો તે તથા પાપમાં ઉદ્યમ કરવો તે પ્રમાદ. તેના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે (i) મદ્ય :- દારૂપાન કરવું તે. (ii) વિષય :- સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિયના ક્રમશઃ સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ સ્વરુપી વિષયોમાં રાગ-દ્વેષ કરવા તે. ૧૮ જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy