SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (i) ક્રોધ :- ક્રોધ એટલે અપ્રીતિ, અરૂચિ. (ii) માન ઃ– માન એટલે પોતાને ચઢિયાતા માનવા અને બીજાને હલકા માનવા. (iii) માયા :- માયા એટલે અંદર જુદો ભાવ રાખી બહા૨ જુદું બતાવવું, કપટ. (iv) લોભ તેના બે પ્રકાર છે -: (a) તૃષ્ણા – જે ન હોય તે મેળવવાની ઇચ્છા કરવી તે. (b) આસક્તિ – જે હોય તે ન છોડવાની ઇચ્છા થાય તે. (૪) યોગ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તે યોગ છે. યોગના મુખ્ય ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે (i) મનોયોગ, (ii) વચનયોગ અને (iii) કાયયોગ. (i) મનોયોગ :– મનની પ્રવૃત્તિ તે મનોયોગ. તેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે- . (a) સત્ય મનોયોગ – વસ્તુ જેવી હોય તેવું વિચારવું તે. જેમકે-જીવ છે, જીવ શ૨ી૨વ્યાપી છે વગેરે વિચારવું. (b) અસત્ય મનોયોગ – ખોટું વિચારવું તે. જેમકે-જીવ નથી, જીવ એકાંત-નિત્ય છે વગેરે વિચારવું. (C) સત્યાસત્ય મનોયોગ – જેમાં સાચું પણ છે અને ખોટું પણ છે તેવું વિચારવું તે. જેમકે-લીંબડા વગેરેના ઝાડોથી યુક્ત ઘણા આંબાના ઝાડોવાળા વન માટે આ આંબાનું વન છે એમ વિચારવું. (d) અસત્યઅમૃષા મનોયોગ – જેમાં સાચું પણ નથી અને ખોટું પણ નથી તેવું વિચારવું તે. જેમકે-ઘડો લાવવો જોઇએ વગેરે વિચારવું. (ii) વચનયોગ :– વચનની પ્રવૃત્તિ તે વચનયોગ. તેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે . - (a) સત્ય વચનયોગ – (b) અસત્ય વચનયોગ – (c) સત્યાસત્ય વચનયોગ (d) અસત્યઅમૃષા વચનયોગ - ચારે પ્રકારના વચનયોગની વ્યાખ્યા ચાર પ્રકારના મનોયોગની જેમ જાણવી. માત્ર ‘વિચારવું’ ના સ્થાને ‘બોલવું' સમજવું. ૧૭ વિશ્વસંચાલનનો મૂલાધાર
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy