________________
- કર્મબંધના મુખ્ય પાંચ કારણો છે કર્મબંધના મુખ્ય પાંચ કારણો છે. આ કારણોથી કર્મો બંધાય છે. તે પાંચ કારણો આ પ્રમાણે છે :(૧) મિથ્યાત્વ ઃ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા. જે પદાર્થો જે રૂપે હોય તે
રૂપે તે પદાર્થોને ન માનવા. જે પદાર્થો જે રૂપે ન હોય તે રૂપે તે પદાર્થોને માનવા. સુદેવને દેવ તરીકે, સુગુરૂને ગુરૂ તરીકે અને સુધર્મને ધર્મ તરીકે ન માનવા. કુદેવને દેવ તરીકે, કુગુરૂને ગુરૂ તરીકે અને કુધર્મને ધર્મ તરીકે માનવા. આ બધું મિથ્યાત્વ છે. મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે(i) આભિગ્રહિક મિથ્યાત્વ - જૈન ધર્મ સિવાયના અન્ય ધર્મમાં રહેલા
જીવો પોતાના ધર્મને જ આગ્રહપૂર્વક સાચો માને છે. (ii) અનાભિગ્રહિક મિથ્યાત્વ - બધા ધર્મોને સમાન માનવા તે. જૈનધર્મ
એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. એને અન્ય ધર્મો સમાન માનવો એ રત્નને
કાચની સમાન માનવા બરાબર છે. (i) આભિનિવેશિક મિથ્યાત્વ - જૈન ધર્મને માન્ય ન હોય એવી કોઇપણ
એક બાબતનો કદાગ્રહ પકડી રાખવો તે, ગોષ્ઠામાહિલ વગેરેની
જેમ. (iv) સાંશયિક મિથ્યાત્વ - જિનેશ્વર ભગવંતના વચનમાં શંકા થાય તે.
જેમકે, ભગવાને કહેલા ધર્માસ્તિકાય વગેરે હશે કે નહિ ? () અનાભોગિક મિથ્યાત્વ :- અનાભોગ એટલે અજ્ઞાન. અજ્ઞાનને લીધે
એકેન્દ્રિય વગેરે જીવોને જે મિથ્યાત્વ હોય છે. (૨) અવિરતિ – પ્રતિજ્ઞાપૂર્વક પાપનો ત્યાગ કરવો તે વિરતિ છે. વિરતિ ન
હોવી તે અવિરતિ છે. અવિરતિના બાર પ્રકાર છે. તે આ પ્રમાણે(૧-૬) છ કાય (પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય)ની હિંસા કરવી તે. (૭-૧૨) પાંચ ઇન્દ્રિયો (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય,
શ્રોત્રેન્દ્રિય) અને મનનું અનિયંત્રણ હોવું તે. (૩) કષાય - કષ એટલે સંસાર. આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય તે કષાય. કષાય ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે
હજ ૧૬D) જેન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...