SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન : બુદ્ધિ (જ્ઞાન) અરૂપી છે. દારૂ, દહીં, સોપારી વગેરેથી બુદ્ધિ ઘટે છે અને બ્રાહ્મી, બદામ વગેરેથી બુદ્ધિ વધે છે. આ બધી વસ્તુઓ તો રૂપી છે. જેમ રૂપી એવી આ વસ્તુઓની અરૂપી એવી બુદ્ધિ ઉ૫૨ અસ૨ થાય છે તેમ રૂપી એવા કર્મો અરૂપી એવા આત્માને લાગી શકે છે. શંકા : કર્મ સનિમિત્તક છે કે અનિમિત્તક છે ? જો કર્મ અનિમિત્તક હોય તો મોક્ષે ગયેલાને પણ કર્મ લાગવા જોઇએ, અથવા કર્મ સદાય લાગ્યા જ કરે, તેથી કદી કોઇનો મોક્ષ ન થાય. જો કર્મ સનિમિત્તક હોય તો તે નિમિત્ત ક્યું છે ? (૧) હિંસાથી કર્મ બંધાય છે. જવાબ ઃ પ્રત્યક્ષમાં કેટલાય લોકો શસ્ત્રો વડે ક્રૂર રીતે પશુઓની હારની હાર કાપી-કપાવી નાખવા થતાં સુખી કેમ દેખાય છે ? એમને તો હિંસાથી ભયંકર પાપકર્મ બંધાવા જોઇએ, અને તેથી તેઓ મહાદુ:ખી થવા જોઇએ. ઊલ્ટું જે લોકો પ્રભુભક્તિ કરે છે અને કીડીની પણ હિંસા કરતા નથી તે દારિદ્રયના ઉપદ્રવથી પીડાતા દેખાય છે. તેથી હિંસાથી કર્મ બંધાય છે એ વાત બંધબેસતી નથી. (૨) રાગદ્વેષથી કર્મ બંધાય છે. જવાબ : જો રાગદ્વેષથી કર્મ બંધાય છે, તો રાગદ્વેષ શેનાથી જન્મે છે ? રાગદ્વેષ કર્મથી જન્મે છે એમ કહો તો આ કર્મ કહી શકાય નહી. પૂર્વકર્મથી રાગદ્વેષ જન્મે છે એમ કહો તો મોક્ષ ઉડી જશે, કેમકે રાગદ્વેષથી કર્મ અને પૂર્વ કર્મથી રાગદ્વેષ એ રીતે પરંપરા ચાલ્યા જ કરશે. (૩) કર્મથી કર્મ બંધાય છે. જવાબ : જો કર્મથી કર્મ બંધાય તો એ પરંપરા જેમ અનાદિ છે તેમ ભવિષ્યમાં ય ચાલ્યા જ કરવાની, તેથી મોક્ષ ન ઘટી શકે. સમાધાન ઃ કર્મ સનિમિત્તક છે. ૧) કર્મ હિંસાથી બંધાય છે. વર્તમાનમાં જે લોકો હિંસક, નિર્દય, દુરાચારી હોવા છતાં સુખી છે, એમને પાપાનુબંધી પુણ્યકર્મનો ઉદય ગણાય. કર્મ હમણા જ બંધાય અને હમણા જ ઉદયમાં આવે એવું મોટા ભાગે બનતું નથી. જે જીવોએ પૂર્વભવમાં દુન્યવી આશંસાથી દાન, શીલ, તપ, પ્રભુભક્તિ વગેરે ૬ જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy