________________
કરીને પુણ્ય ઉપાર્જ્ય છે, તેમને આ ભવમાં લક્ષ્મી વગેરેના સુખ મળે છે ખરા, પરંતુ બીજી બાજુ હિંસાદિ પાપકાર્યોમાં એ લીન બને છે.
વર્તમાનમાં જે લોકો ધર્મ કરવા છતાં દુઃખી છે, એમને પુણ્યાનુબંધી પાપકર્મનો ઉદય ગણાય. જેણે પૂર્વે પાપ આચર્યા છે પણ પાછળથી પસ્તાવા અને ધર્મ કર્યા છે, એને અહીં પાપના ફળરૂપ દુઃખો ભોગવવા પડે છે ખરા, પરંતુ સાથે ધર્મ પણ આરાધવાનું મળે છે. એ ધર્મનું ફળ પછીના ભવમાં મળશે. વ્યવહારમાં પણ દેખાય છે કે લગ્નગાળા વગેરેમાં ભારે પદાર્થ હદ ઉપરાંત ખાધા પીધા હોય તો પછી શ૨ી૨ બગડે અને લાંઘણો ખેંચવી પડે.
હવે એ વખતે કોઇ કહે કે, ‘આ ભાઇ તો લગભગ ખાતા નથી, છતાં માંદા કેમ પડ્યા ?’ પછી ‘લાંઘણ કરવાથી માંદા પડાય છે.' આવો નિયમ બાંધે તો તે ખોટો ગણાય. તેમ એક જણને શરીરમાં શક્તિ પહોંચતી હોય ત્યાં સુધી કદાચ કુપથ્ય ખાય, વધારે પડતું ખાય અને તગડો થતો દેખાય એ પરથી કોઇ નિયમ તારવે કે, ‘બહુ વધારે ખાવાથી અને ભારે પદાર્થો ખાવાથી તગડા થવાય છે' તો એ નિયમ પણ ખોટો છે. અહીં જે રોગ કે આરોગ્ય છે, તે પૂર્વના આચરણનું ફળ છે અને વર્તમાનમાં જે આચરણ છે, તેનું ભવિષ્યમાં ફળ મળશે. એ રીતે ધર્મ-અધર્મ અને પુણ્ય-પાપમાં સમજવાનું છે. માટે હિંસાથી કર્મ બંધાય છે એમ કહેવામાં કોઇ વાંધો નથી.
(૨) રાગદ્વેષથી કર્મ બંધાય છે. એમાં પૂર્વના કર્મથી અહીં રાગદ્વેષ થાય ખરા, પરંતુ જો એ રાગદ્વેષને સફળ ન બનાવાય તો નવા કર્મબંધથી બચી જવાય છે. તેથી કર્મની પરંપરા ચાલતી નથી.
(૩) કર્મથી કર્મ બંધાય છે. આત્મા ૫૨ જ્યાં સુધી પૂર્વકર્મનો જથ્થો હોય ત્યાં સુધી જ નવા કર્મ બંધાય છે. ધર્મક્રિયા દ્વારા જૂના કર્મ સંપૂર્ણ ખપી ગયા પછી નવા કર્મ બંધાતા નથી. બળતા કપડામાં આગળ આગળના તંતુઓ પછી પછીના તંતુઓને બાળે છે અને છેલ્લો તંતુ સ્વયં બળી નાશ પામે છે, તેમ પૂર્વ પૂર્વના કર્મ પછી પછીના કર્મને ઉત્પન્ન કરે છે અને છેલ્લા કર્મો શૈલેશીમાં સ્વયં નાશ પામે છે. મરઘી અને ઇંડાની પરંપરા અનાદિ હોવા છતાં જો મરઘી ઇંડુ આપતા પહેલા જ મરી જાય તો એ પરંપરાનો અંત આવે છે. બીજ અને વૃક્ષની પરંપરા અનાદિ હોવા છતા જો બીજને બાળી નંખાય તો એ પરંપરાનો અંત
વિશ્વસંચાલનનો મૂલાધાર