________________
(૯) સૂર્યના તેજમાં તારા વગેરેનું તેજ ઝાંખુ પડી જવાથી દેખાતું નથી. (૧૦) રાઇના ઢગલામાં ફેંકેલા એના જ બે-ચાર દાણા સમાનમાં ભળી જવાને
લીધે જણાતા નથી. તથા ઘઉંના મોટા ઢગલામાં મુઠ્ઠીભર રાઇ દેખાતી
નથી, કારણ રાઇથી ભિન્ન એવા ઘઉની બહુલતા. (૧૧) વર્ષો પૂર્વે જોયેલી વસ્તુ વિસ્મરણને લીધે જણાતી નથી. (૧૨) અંધને આંખ હોવા છતાં આંખનું તેજ ન હોવાથી દેખાતું નથી. (૧૩) ગેરસમજ કે ભ્રમના કારણે સોનાને પિત્તળ માનનારને સોનું દેખાતું
નથી.
(૧૪) જીવ વગેરે તત્ત્વો હોવા છતાં મિથ્યાત્વને લીધે તે જણાતાં નથી. (૧૫) ઘણી પરિચિત વસ્તુ પણ વૃદ્ધાવસ્થા, બિમારી વગેરેના કારણે જણાતી નથી. (૧૬) છાશમાં માખણ હોવા છતાં વલોવ્યા વિના તે દેખાતું નથી. (૧૭) દુધમાં રહેલું પાણી દુધમાં ભળી જવાથી દેખાતું નથી. (૧૮) શિક્ષણ ન મળ્યું હોવાથી વસ્તુ ઓળખાતી નથી. (૧૯) આકાશ, પિશાચ, વાયુ વગેરેનો દેખાવાનો સ્વભાવ ન હોવાથી તે
દેખાતા નથી. (૨૦) દેવની માયાથી કોલસારૂપે થયેલું સુવર્ણ સુવર્ણ રૂપે દેખાતું નથી. આમ
વસ્તુ ન દેખાવા માત્રથી તે નથી એવું માની કર્મ નથી એમ ન કહેવાય.
જવાબ (૨) કર્મ પોતાને દેખાતા નથી માટે નથી એમ ન કહેવાય, કેમકે પોતાને ન દેખાતું પણ બીજાની દૃષ્ટિમાં હોય એવું ઘણું ય છે.
કર્મ કોઇને ય દેખાતા નથી એમ પણ ન કહેવાય, કેમકે પહેલા તો આપણને બધા જીવો જ ક્યાં દેખાય છે જેથી કોઇ જ કર્મ જોનાર નથી એની ખબર પડે. દેખાતા જીવોમાં કેવું અને કેટલું જ્ઞાન છે એ પણ આપણે ક્યાં જોઇ શકીએ છીએ ? ભવિષ્યમાં કર્મને જોનાર કોઇ નહીં થાય એમ પણ શી રીતે કહેવાય ? બાળકે અમેરિકા જોયું નથી, એટલા માત્રથી અમેરિકા નથી એમ ન કહેવાય, કેમકે અમેરિકા બીજાએ જોયું છે. તેમ આપણને કર્મ દેખાતા નથી, એટલા માત્રથી કમ નથી એમ ન કહેવાય, કેમકે સર્વજ્ઞને કર્મ દેખાય છે.
શંકાઃ અરૂપી એવા આત્માને રૂપી એવા કર્મ શી રીતે લાગે ? (જનામાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ હોય તે રૂપી. જેનામાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ન હોય તે અરૂપી.) વિશ્વસંચાલનનો મૂલાધાર હા ૫D )