________________
આયુષ્યકર્મ ક્યારે બંધાય ?
આયુષ્યકર્મ એકભવમાં એક જ વાર બંધાય છે. આયુષ્યકર્મ સિવાયના સાતે કર્મો સમયે સમયે બંધાય છે. તે તે કર્મોને બાંધવાના વિશિષ્ટ કારણોથી તે તે કર્મો વિશેષ રસવાળા, લાંબી સ્થિતિવાળા કે નિકાચિત બંધાય છે. બાકી સામાન્યથી દરેક સમયે આયુષ્યકર્મ સિવાયના સાતે કર્મો બંધાય છે.
બધા જીવોનો આયુષ્ય બાંધવાનો સમય એકસ૨ખો હોતો નથી. જુદા જુદા જીવોનો આયુષ્ય બાંધવાનો સમય જુદો જુદો હોય છે. તે આ પ્રમાણે– ૧. દેવો, નારકીઓ અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય
તિર્યંચો પોતાના આયુષ્યના છ માસ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. મતાંતરે અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો પોતાના આયુષ્યનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. આ મત પંચસંગ્રહની ગા-૨૪૮માં બતાવ્યો છે. ૨. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને નિરૂપક્રમ આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે ૫૨ભવનું આયુષ્ય બાંધે છે.
૩. સોપક્રમ આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. જો ત્યારે આયુષ્ય ન બાંધે તો એ બાકી રહેલા ત્રીજા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે, એટલે કે પોતાના આયુષ્યનો નવમો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. જો ત્યારે પણ આયુષ્ય ન બાંધે તો એ નવમા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે, એટલે કે પોતાના આયુષ્યનો સત્યાવીસમો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. જો ત્યારે પણ આયુષ્ય ન બાંધે તો એ સત્યાવીસમા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે, એટલે કે પોતાના આયુષ્યનો એક્યાસીમો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. એમ બાકી રહેલા ત્રીજા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે, તેનો પણ ત્રીજો ભાગ બાકી હોય ત્યારે, તેનો પણ ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૧૧૭