________________
આત્મા ઉપર કર્મોને ચોંટવાના ચાર પ્રકારો
આત્મા ઉપર ચોંટનારા કર્મો બધા એકસરખી રીતે ચોંટતા નથી. આત્મા ઉપર કર્મોને ચોંટવાના ચાર પ્રકાર છે. તે સમજવા માટે નીચે બતાવેલું સોયનું દૃષ્ટાંત ઉપયોગી છે.
એક રૂમમાં ઘણી સોયો છૂટી છૂટી પડી છે. આ સોયોને ભેગી કરવાની છે. તે ચાર રીતે થઇ શકે છે.
૧. બધી સોયોને વીણીને એક સ્થાનમાં ભેગી કરી શકાય. આ રીતે ભેગી કરેલી સોયો સહેલાઇ છૂટી પડી શકે છે.
૨. તે સોયોને દોરાથી બાંધીને ભેગી રાખી શકાય. આ રીતે ભેગી કરેલી સોયોને છૂટી પાડવા દોરો છોડવાની થોડી મહેનત કરવી પડે છે. થોડી મહેનતથી તે સોયો છૂટી પડી શકે છે.
૩. દોરાથી બંધાયેલી સોયો ઘણા સમય સુધી એમ જ પડી રહે, તેને કોઇ અડે નહી, તેમાં પાણી પડે, તેથી કાટ લાગે, કાટથી તે સોયો બંધાઇ જાય. આ રીતે પણ સોયો ભેગી થઇ શકે છે. આ રીતે ભેગી થયેલી સોયો ઘણી મહેનતથી છૂટી પડી શકે છે.
૪. બધી સોયોને અગ્નિમાં તપાવી ઓગાળીને એકરસ કરવાથી પણ સોયો ભેગી થઇ શકે છે. આ રીતે ભેગી થયેલી સોયો કોઇ રીતે છૂટી પડી શકતી નથી. ૧. સૃષ્ટ : કેટલાક કર્મો આત્માને માત્ર સ્પર્શીને રહેલા હોય છે. તેમને સ્પષ્ટ કર્મો કહે છે. સ્પષ્ટ કર્મો આત્મા ઉ૫૨થી સહેલાઇથી છૂટા પડી શકે છે. ૨. બદ્ધ : કેટલાક કર્મો આત્મા ઉપર મજબૂત રીતે ચોંટે છે. તે બદ્ધ કર્મો કહેવાય છે. બદ્ધ કર્મોને આત્મા ઉપરથી છૂટા પાડવા થોડી મહેનત કરવી પડે છે. ૩. નિધત્ત : કેટલાક કર્મો આત્મા ઉપર ગાઢ રીતે ચોંટે છે. તે નિધત્ત કર્મો કહેવાય છે. નિધત્ત કર્મોને આત્મા ઉપરથી છૂટા પાડવા ઘણી મહેનત કરવી પડે છે. ૪. નિકાચિત : કેટલાક કર્મો આત્મા ઉપર અત્યંત ગાઢ રીતે ચોંટીને આત્માની સાથે એકમેક થઇ જાય છે. તે નિકાચિત કર્મો કહેવાય છે. નિકાચિત કર્મો આત્મા ઉપરથી ઉખડી શકતા નથી. તેમનું ફળ આપીને જ તેઓ આત્મા ઉપરથી છૂટા પડે છે. તપથી નિકાચિત કર્મોનો પણ ક્ષય થાય છે.
કર્મો જ્યારે આત્મા ઉપર ચોંટે છે ત્યારે જીવના જેવા ભાવ હોય છે તે પ્રમાણે ચારમાંથી કોઇ પણ એક રીતે તે કર્મો આત્મા ઉપર ચોંટે છે. જે રીતે કર્મો આત્મા ઉપર ચોંટ્યા હોય તેને અનુસારે જીવે તેમને દૂર કરવા મહેનત ક૨વી પડે છે. ભાવો તીવ્ર હોય તો કર્મો ગાઢ રીતે ચોંટે છે. ભાવો મંદ હોય તો કર્મો મંદ રીતે ચોંટે છે. આ બાબત શુભ અને અશુભ બન્ને પ્રકારના કર્મો માટે સમાન રીતે સમજવી.
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...
૧૧૬