SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. એમ કરતાં કરતાં છેવટે છેલ્લા અંતર્મુહૂર્તમાં તો અવશ્ય આયુષ્ય બાંધે છે, કેમકે નવા ભવનું આયુષ્ય બાંધ્યા વિના કોઇ જીવનું મરણ થતું નથી. આયુષ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે ૧. અનપવર્તનીય આયુષ્ય અને ૨. અપવર્તનીય આયુષ્ય. ૧. અનપવર્તનીય આયુષ્ય : જે આયુષ્યની સ્થિતિ પૂર્વભવમાં જેટલી બાંધી હોય તેટલી જ રહે, ઓછી ન થાય તે અનપવર્તનીય આયુષ્ય. તેના બે પ્રકાર છે ૧. સોપક્રમ આયુષ્ય - જૈમનું આયુષ્ય નિમ્નોક્ત સાતમાંથી કો'ક એક નિમિત્ત પામીને પૂરું થાય, તે સોપક્રમ આયુષ્યવાળા કહેવાય અનપવર્તનીય આયુષ્યવાળા પણ પ્રતિવાસુદેવ, કેટલાક વાસુદેવ વગેરે આ રીતે મરતા હોય છે જેમકે કૃષ્ણ વાસુદેવ. ઉપક્રમ ૭ પ્રકારના છે. તે આ પ્રમાણે ૧. અધ્યવસાય – તે ત્રણ પ્રકારના છે ૧) રાગ ૨) સ્નેહ ૩) ભય. ૨. નિમિત્ત – લાકડી, ચાબુક, શસ્ત્ર, દોરડું વગેરે. ૩. આહાર – અતિસ્નિગ્ધ કે ઘણું ખાવું. ૪. વેદના – શૂળરોગની પીડા વગેરે. ૫. પરાઘાત – ખાડામાં પડવું, ગલે ફાંસો ખાવો, ઝે૨ી દવા પીવી વગેરેથી આપઘાત કરવો તે. ૬. સ્પર્શ – અગ્નિ, સર્પનો ડંખ વગેરે. ૭. શ્વાસોચ્છવાસ – શ્વાસોચ્છ્વાસ વધી જવા કે સંધાવા. નિરૂપક્રમ આયુષ્ય – જે આયુષ્યને ઉપક્રમો ન લાગે તે નિરૂપક્રમ આયુષ્ય. દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, ચરમશરીરી જીવો અને ઉત્તમ પુરૂષો અનપવર્તનીય આયુષ્યવાળા જ હોય છે. ચરમશરીરી જીવો એટલે જેઓ તે જ ભવમાં મોક્ષે જાય છે તે જીવો. ઉત્તમ પુરૂષો એટલે તીર્થંકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવો વગેરે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો એટલે અકર્મભૂમિના, અંતદ્વીપના, દેવકુરૂ-ઉત્તરકુરૂના, કર્મભૂમિમાં અવસર્પિણીના પહેલા-બીજા-ત્રીજા આરાના અને ઉત્સર્પિણીના ચોથા-પાંચમા-છઠ્ઠા આરાના મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, દેવો, ના૨કીઓ અને અસંખ્ય વર્ષના જૈન દ્રષ્ટિએ કર્મવિજ્ઞાન... ૧૧૮
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy