________________
૪. અપવર્તનાકરણ આપણને સૂચન કરે છે કે કર્મ બંધાયા પછી એના સ્થિતિ અને રસ ઘટી શકે છે. ભાવો મંદ થવાથી કે પશ્ચાત્તાપથી સ્થિતિ અને ૨સ ઘટે છે. અશુભકર્મ બાંધ્યા પછી તેના સ્થિતિ અને રસ ઘટાડવા પ્રયત્ન કરવા. તે માટે પાપો પ્રત્યેનો ભાવ ઓછો કરવો અને પાપનો પશ્ચાત્તાપ કરવો. શુભકર્મ બાંધ્યા પછી તેના સ્થિતિ અને રસ ઘટી ન જાય એની કાળજી રાખવી. તે માટે શુભકાર્ય પ્રત્યેનો ભાવ ઘટી ન જાય અને શુભ કાર્યનો પશ્ચાત્તાપ ન થાય તેનું ધ્યાન રાખવું.
ઉદીરણાકરણ આપણને આશ્વાસન આપે છે કે ભલે તમે કર્મની મોટી મોટી સ્થિતિઓ બાંધી હોય પણ તે જલ્દીથી ભોગવવા હું તમને સહાય કરીશ. ઉદીરણાકરણથી મોડા ઉદયમાં આવનારા દલિકો વહેલા ઉદયમાં આવી ભોગવાઇ જાય છે. તેથી આપણી મુક્તિ નિકટ થાય છે. ૬. ઉપશમનાકરણ આપણને હિતશિક્ષા આપે છે કે હું તમને ક્ષણભર વીતરાગતાનું સુખ આપવા સમર્થ છું. પણ શાશ્વત સુખ આપવા અસમર્થ છું. તેથી મારી ઉપર બહુ વિશ્વાસ કરતા નહી. મારાથી ઢંકાયેલા કર્મો રાખથી ઢંકાયેલા અગ્નિ જેવા છે. રાખ દૂર થતા જેમ અગ્નિ ભડકે બળે છે, તેમ મારો અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થતા ફરી કર્મોનો અગ્નિ ભડકે બળે છે. માટે કર્મોનો ઉપશમ કરવા કરતા કર્મોનો ક્ષય કરવામાં વધુ યત્ન કરજો. નિત્તિકરણ આપણને સંદેશો આપે છે કે તમે મારો ઉપયોગ કરશો તો તમારા કર્મોના સ્થિતિ અને રસની વધ-ઘટ સિવાયના બીજા કોઇ ફેરફારો નહી કરી શકો. તે કર્મો તમારે ભોગવવા જ પડશે. માટે તમે મારો ઉપયોગ કરતા નહી.
૫.
૭.
અનુમોદનાથી દૂર રહેવું. શુભકર્મ બાંધ્યા પછી તેના સ્થિતિ અને રસ વધે એ માટે પ્રયત્ન કરવા. તે માટે તીવ્ર શુભ ભાવો ક૨વા અને શુભકાર્યની અનુમોદના કરવી.
૮.
નિકાચનાકરણ આપણને ચેતવણી આપે છે કે તમે મારો ઉપયોગ કરશો તો તમારા કર્મોમાં કોઇ ફેરફાર નહી થાય. તમારે કર્મો ભોગવવા જ પડશે. માટે તમે મારો ઉપયોગ ક્યારેય કરતા નહી.
આઠે કર્મોના આ સંદેશાઓને બરાબર સમજીને એમની ઉપર ઉડું ચિંતન કરીને એમને જીવનમાં ઉતારવાના છે. આમ કરવાથી ટુંક સમયમાં કાયમ માટે કર્મોના બંધનોમાંથી આપણો છુટકારો થશે.
વિશ્વસંચાલનનો મૂલાધાર
૧૧૫