________________
ચૌદ ગુણસ્થાતકનું સંક્ષિપ્ત સ્વરૂપ
આગળ બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાની વિચારણા ક૨વાની છે. તેમાં ચોદ ગુણસ્થાનકની વાત આવે છે. તેથી અહીં સંક્ષેપમાં ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ બતાવાય છે.
ગુણસ્થાનક – ગુણો એટલે જીવના જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે રૂપી સ્વભાવો. ગુણોનું સ્થાન તે ગુણસ્થાનક. શુદ્ધિ વધવાથી અને અશુદ્ધિ ઘટવાથી થતો ગુણોના સ્વરૂપનો ભેદ તે ગુણસ્થાનક. તે ગુણઠાણુ પણ કહેવાય છે. ગુણસ્થાનક ચૌદ છે. નીચેના ગુણસ્થાનકોમાં અશુદ્ધિ વધુ હોય છે. જેમ જેમ ઉપ૨ના ગુણસ્થાનકોમાં જઇએ તેમ તેમ ગુણોની અશુદ્ધિ ઘટે છે અને શુદ્ધિ વધે છે. ચૌદ ગુણસ્થાનકોનું સ્વરૂપ આ પ્રમાણે છે–
(૧) મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક – જિનેશ્વર ભગવાનના વચનો ૫૨ જેને શ્રદ્ધા ન હોય તે મિથ્યાદ્દષ્ટિ. તેનું ગુણસ્થાનક તે મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક. આ ગુણસ્થાનકનો કાળ અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત, સમ્યક્ત્વથી પડેલાને સાદિ સાંત, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત.
(અભવ્ય = મોક્ષે જવા માટે અયોગ્ય જીવ. ભવ્ય = મોક્ષે જવા માટે યોગ્ય જીવ. ૧૦ કોડા કોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી
૧૦ કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી
=
૧ ઉત્સર્પિણી + ૧ અવસર્પિણી = ૧ કાળચક્ર અનંત કાળચક્ર ૧ પુદ્ગલપરાવર્ત) (૨)સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક - ઉપશમ સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે જતા સમ્યક્ત્વના કંઇક સ્વાદને અનુભવે તે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ જીવ. તેનું ગુણસ્થાનક તે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક. અહીંથી પડીને અવશ્ય મિથ્યાત્વે જાય. આ ગુણસ્થાનકે મિથ્યાત્વમોહનીય કર્મનો ઉપશમ હોય છે અને અનંતાનુબંધી કષાયનો ઉદય હોય છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા છે. (૩) સમ્યગ્મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક – આ ગુણસ્થાનકે રહેલા જીવને જિનવચન
જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...
૮૨