SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપ૨ ફિંચ કે અરૂચ હોતી નથી. અહીં મિશ્રમોહનીય કર્મનો ઉદય હોય છે. આ ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત છે. આ મિશ્ર ગુણઠાણું પણ કહેવાય. અહીંથી જીવ પહેલા કે ચોથા ગુણસ્થાનકે જાય છે. (૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક – આ ગુણસ્થાનકે રહેલા જીવને જિનવચન ઉપર શ્રદ્ધા હોય છે, પણ તે અલ્પ પણ વિરતિને સ્વીકારી શકતો નથી. અહીં અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોય છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ છે. આ ગુણસ્થાનકે ત્રણમાંથી કોઇપણ એક સમ્યક્ત્વ હોય છે. (૧) ઔપશમિક સમ્યક્ત્વ-મિથ્યાત્વમોહનીય કે દર્શન ૩ + અનંતાનુબંધી ૪ના ઉપશમથી થનારૂં સમ્યક્ત્વ તે ઔપમિક સમ્યક્ત્વ. (૨) ક્ષાયોપશમિક સમ્યક્ત્વ-દર્શન ૩ અને અનંતાનુબંધી ૪ના ક્ષયોપશમથી થનારૂં સમ્યક્ત્વ તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ. અહીં સમ્યક્ત્વ મોહનીયનો વિપાકોદય હોય છે અને મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી ૪ આ ૬ નો પ્રદેશોદય હોય છે. વિપાકોદય-પ્રદેશોદયની વ્યાખ્યા આગળ કરાશે. (૩) ક્ષાયિક સમ્યક્ત્વ-દર્શન ૩ અને અનંતાનુબંધી ૪ ના ક્ષયથી થનારૂં સમ્યક્ત્વ તે ક્ષાયિક સમ્યક્ત્વ. ૫) દેશવિરતિ ગુણસ્થાનક – આ ગુણસ્થાનકે રહેલો જીવ સર્વવિરતિને સ્વીકારી શકતો નથી, શક્તિ મુજબ દેશથી વિરતિને સ્વીકારે છે. અહીં પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોય છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન ક્રોડ પૂર્વ છે. ૬) પ્રમત્ત સંયત ગુણસ્થાનક આ ગુણસ્થાનકે સર્વવિરતિ હોય છે, પણ સાથે આંશિક પ્રમાદ પણ હોય છે. અહીં સંજ્વલન કષાયનો ઉદય હોય છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. ૭) અપ્રમતસંયત ગુણસ્થાનક આ ગુણસ્થાનકે સર્વવિરતિ હોય છે, અને પ્રમાદ હોતો નથી. આ ગુણસ્થાનકનો કાળ જથન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. નોંધ ઃ ૬ ઠ્ઠા અને ૭માં ગુણસ્થાનકનો ભેગો કાળ દેશોન પૂર્વકોટી હોય છે. વિશ્વસંચાલનનો મૂલાધાર - ૮૩
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy