SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત કરી જ શકે છે. આથી જ જ્યોર્જ બર્નાર્ડ શોએ દેવીદાસ ગાંધી પાસે “જો પુનર્જન્મ હોય તો હું આવતો જન્મ જૈનકુળમાં લેવાનું પસંદ કરું, કારણકે ત્યાં ઈશ્વર બનવાની સહુને સમાન તક આપવામાં આવી છે' એવા ઉદ્ગાર વ્યક્ત ર્યા હતા, અન્ય ધર્મોમાં ઈશ્વરીયતત્ત્વ એક અથવા અનેક, પણ શાશ્વત જ હોય છે. સદાકાળ માટે તે વિશ્વનું સંચાલન અને વિશ્વનો ન્યાય તોળવાનું કાર્ય કરતા રહેતા હોય તેવું તે લોકોનું માનવું છે, તે સ્વયં ભલે અમુક દોષોથી (રાગ-દ્વેષ-મોહ-હિંસા-મૈથુન આદિથી) યુક્ત હોય, જગતના સામાન્ય જીવોએ તો તે દોષોની સજા ભોગવવી જ પડે અને તે સજા તોળવાનું કાર્ય પણ તે-તે દોષોથી ભરેલા ઈશ્વર જ કરે. બહુધા આર્યધર્મો કે અનાર્યધર્મોમાં ઈશ્વરની કલ્પના તાર્કિક આધાર વગરની હોય છે. સ્થાન-સ્વરૂપ-વભાવ-શક્તિ આદિમાં અતિશયોક્તિ કે વિકૃતોક્તિના દર્શન થતા હોય છે. જે ઈશ્વર સત્યસ્વરૂપ હોય તેમને વિશે જ ઘણી બધી અસત્ય વાતો અને વાર્તાઓ ઘડી કાઢીને બુદ્ધિજીવી વર્ગમાં શંકાસ્પદ બનાવી દેવામાં આવ્યા છે. વાસ્તવિકતામાં ઈશ્વર શેયરૂપ છે - તેમના વિરાટ સ્વરૂપના જ્ઞાનથી જીવ પરમસત્યને જાણી શકે છે. શ્રદ્ધયરૂપ છે - તેમના સ્વરૂપ અને શક્તિની અનુભૂતિ દઢ મનોબળ અને વિશ્વાસ પેદા કરે છે. શરણ્યરૂપ છે – કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ સહાય કરશે અને સુરક્ષા આપશે એવી નિર્ભયતા આપે છે. ઉપેયરૂપ છે – તેમના માર્ગે ચાલવાથી તેમના જેવા બની શકાય છે. તેથી તેમના જેવા બનવાની ઇચ્છા અને પુરુષાર્થ જન્મે છે. આવા પરમાત્મસ્વરૂપને યથાશક્ય ઓળખવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વર કેવા હોય ? હું ચાર્વાકદર્શન (નાસ્તિક) સિવાય બાકીના તમામ ધર્મો કોઇ ને કોઇ નામે ઇશ્વરતત્ત્વને માને જ છે, આર્યધર્મો ઇશ્વર, પરમાત્મા, ભગવાન કહીને બોલાવે તો અનાર્યધર્મો અલ્લાહ, God ઇત્યાદિ રૂપે માને, તમામ પરંપરા
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy