SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ ઊર્જાનો પવિત્ર પરિચય અનાદિકાળથી વિશ્વમાં પરાશક્તિ અંગેની શોધ-ચિંતન-મથામણ ચાલી રહી છે. વાદળના ગડગડાટ, વીજળીના કડકડાટ, વરસાદ, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, નદી, પર્વત, સમુદ્ર, જીવોત્પત્તિ, વિશ્વની વિચિત્રતા, ધરતીકંપાદિ ઉત્પાતો આદિ નિહાળીને વિચારક વ્યક્તિ તુરંત જ આ બધાના કારણ તરીકે પરમશક્તિરૂપ ૫૨મતત્ત્વના અસ્તિત્વ વિષે વિચારતો થઇ જાય છે. ૫૨મશક્તિની જ શક્તિના કે કાર્યના પરિણામરૂપ ઉપરની ઘટનાઓને ઘટાવવામાં આવતા ઘણા ઘણા દર્શનકારોએ સૃષ્ટિના સર્જક, સંચાલક અને સંહારક તરીકે ઈશ્વરની-ઈશ્વ૨ત્રયની-અગમ્ય-અગોચરતત્ત્વની કલ્પના કરી છે. અજ્ઞાનતાના કારણે માત્ર કલ્પનાના તરંગો પર રચાયેલા ઘણા-ઘણા દર્શનોની ઇશ્વર વિષેની માન્યતાઓ ક્યારેક અતિ હાસ્યાસ્પદ સાબિત થતી હોય છે. વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોએ પ્રકાશેલા જૈનદર્શનમાં ઈશ્વરનું સ્વરૂપ તમામ દર્શનોથી સંપૂર્ણપણે ભિન્ન છતાં અત્યંત તર્કબદ્ધ અને વાસ્તવિકપણે બતાવવામાં આવ્યું છે. કોઇ પણ અધ્યાત્મવાદી માટે ઇશ્વરતત્ત્વનો નિર્ણય સાધના ક્ષેત્રમાં આગળ વધવા માટે બહુ જરૂરી હોય છે. તે-તે ઇશ્વર તત્ત્વના સ્વરૂપના આધારેજ સાધનાજીવનનો target (લક્ષ્યાંક) અને Map (નકશો) તૈયાર થતા હોય છે. સતત થતું ઇશ્વરતત્ત્વનું ચિંતન (ભાવન) સાધકના મનને તેવી ભૂમિકામાં ઢાળતું રહેતું હોય છે. સતત મનને મળતો ઇશ્વરસ્વરૂપનો ખોરાક આત્માને ૫૨માત્મપણાના ગુણોથી પુષ્ટ કરતો જાય છે અને છેવટે આત્મા પરમાત્મપદને પામે છે. જૈનધર્મનું સૌથી ઉજળુ પાસુ આ જ છે કે અહીં તમામને પણ ૫૨માત્મા બનવાની તક મળી શકે એ વાત સિદ્ધ કરવામાં આવી છે. ભૌતિક એશ્વર્યથી સમૃદ્ધ ઈશ્વરત્વરૂપ અરિહંતપણાને બધા જીવો પ્રાપ્ત કરે કે ન કરે, પરંતુ અનંત આત્મિક ઐશ્વર્યથી યુક્ત સિદ્ધપણાને તો ભવ્ય જીવો અવશ્ય ૧
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy