SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઓના મતે ઇશ્વર-ઇન્દ્રિયોથી અગમ્ય, વિષયોથી અતીત, સર્વશક્તિસંપન્ન અને સર્વગુણસંપન્ન મનાયા છે. જેનદર્શનના મતે “ઈશ્વર' વીતરાગ, સર્વજ્ઞ, કરૂણાસાગર હોય છે. ઈશ્વર એટલે કે તીર્થંકર પરમાત્મા ૧) એક જ નથી હોતા, પણ કાળે કાળે નવા થાય છે. ૨) સર્જનહાર નથી પણ દેખણહાર છે. - પોતાના કેવળજ્ઞાન (Omniscience) થી વિશ્વની તમામ વ્યવસ્થા, તેના કાર્ય-કારણભાવ, તેના ઉપાયો આદિ તમામને જાણે છે અને જગતના જીવોને સંસારની પારાવાર વિટંબણાઓથી મુક્ત થવાનો ઉપાય દેખાડે છે. ૩) વરદાન આપનારા કે શાપ આપનારા નથી હોતા, કારણ કે તેઓ રાગ-દ્વેષથી રહિત છે. કર્મ-વ્યવસ્થાના કારણે તીર્થંકર પ્રભુનો અનાદર કરનાર, નિંદા કરનાર, ખોટી ભ્રમણા ફેલાવનાર, તેમની પ્રતિમા આદિ સાથે દુર્વ્યવહાર કરનાર દુઃખી થાય છે અને અનંત (Infinite) કાળ સંસારમાં રખડે છે, અને તેમના પ્રત્યે ભક્તિ-બહુમાન-શ્રદ્ધા રાખનાર, પ્રશંસા કરનાર, તેમના ઉપદેશોને વિશ્વમાં ફેલાવનાર, તેમની પ્રતિમા આદિની પૂજા-ભક્તિ-પ્રતિષ્ઠા આદિ કરનાર, તેમના શાસનના જયજયકાર થાય તેવા કાર્યો કરનાર વ્યક્તિ ખૂબ સુખી થાય છે, ખૂબ ઉત્તમ ગતિને-છેવટે મોક્ષને પણ પ્રાપ્ત કરે છે પરંતુ આમાં તીર્થકરની ઇચ્છા કે કર્તુત્વ ક્યાંય સંકળાયેલા નથી, તેઓ સદાકાળ સર્વ પરિસ્થિતિથી નિર્લેપ હોય છે. (૪) સર્વવ્યાપી નથી પરંતુ યા તો સંસારના કોઇ એક સ્થાનમાં વિચરનારા અથવા મોક્ષમાં સદાકાળ સ્થિત હોય છે. માત્ર દેહવ્યાપી અથવા આત્મપ્રદેશમાં રહેનારા હોય છે. (૫) સદાકાળ માટે અદશ્ય નથી. દેહધારી હોય ત્યારે તો વિશ્વમાં તેઓ દેખાય છે. મોક્ષમાં ગયા પછી દેખાતા નથી પરંતુ તેમના અસ્તિત્વનો પડઘો તેમના પ્રભાવરૂપે અવશ્ય પડતો હોય છે. () એકવાર મોક્ષમાં પધાર્યા પછી પાછા જન્મ લેતા નથી. ઘણા દર્શનકારો એવું માને છે કે પોતાની ધર્મપરંપરાને આપત્તિગ્રસ્ત જોઇ તે આપત્તિઓના નિવારણ માટે કે ધર્મતીર્થને ફરી લોકપ્રસિદ્ધ બનાવવા ફરીથી જન્મ ધારણ કરે છે. જેને “અવતાર માનવામાં આવે છે. દશ અવતાર-ચોવીશ
SR No.023298
Book TitleParam Urjano Pavitra Parichay
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy