________________
|શાંતિલાલ સાઠંબાકરે ના પાડી.
આ સિદ્ધાર્થ સોસાયટીનું મકાન ભાડે આપીએ તો ૩૦૦ રૂા. ભાડું ઉપજે તેમ હતું, અને જે મકાનમાં અમે રહેતા હતા તે ખેતરપાળની પોળના મકાનનું ભાડું માત્ર રૂા. ૨૧ હતું. આ બધા વિચારથી મન ચલવિચલિત હતું. તે વખતે શ્રીયુત શાંતિલાલે કહ્યું, મારા એક મિત્રને તમારે આ મકાન ભાડે આપવાનું છે. Iતેનું બાર મહિનાનું રૂા. ૩૬૦૦ ભાડું આપશે. આ પછી હસતાં હસતાં તેમણે કહ્યું, આ મિત્ર બીજા કોઈ। નહિ, તમે પોતે જ. ભાડું મારી પાસેથી લઈ લેવાનું, અને તમારે રહેવા જવાનું. આથી મકાન વેચવાનો કે ! ભાડે આપવાનો વિચાર માંડી વાળ્યો. અને હું વિક્રમ સંવત ૨૦૧૮ના આસો મહિનામાં અહીં સિદ્ધાર્થ સોસાયટીમાં રહેવા આવ્યો, જેમાં આજ સુધી છીએ.
સિદ્ધાર્થ સોસાયટીના મકાન માટે જે લોન મળી તે લોન લગભગ રૂા. ૧૧૦૦૦ ની હતી. આ| લોનના જે પૈસા આવ્યા તે પૈસા કીર્તિભાઈએ શરાફનું જે દેવું કર્યુ હતું તે શરાફને આપી તેનું દેવું ચૂક્ત કર્યું અને કહ્યું કે મારા નામે, અગર પ્રેસના નામે કોઈ પૈસા આપશો નહિ.
૩૪
બીજી આંખનો મોતીયો ઉતરાવ્યા પછી આંખ સારી થઈ. તેજ સારું આવ્યું. હું ઝીણામાં ઝીણું વાંચી
અને લખી શકું એવું બન્યું. આ અરસામાં કસ્તુરભાઈ શેઠે મને બોલાવ્યો અને કહ્યું, પંડિતજી ! મેં શ્રાવક
સંમેલન બોલાવવાનું નક્કી કર્યું છે. તેમાં કઈ રીતે કામ કરવું અને સાધુ સમાજમાં વ્યાપેલ શિથિલાચારને İદૂર કરવા કેવી કાર્યવાહી કરવી તે અંગે તમે વિચારી ટૂંકમાં રૂપરેખા લખી મને આપો. મેં કહ્યું, શેઠ ! મારી |બન્ને આંખોની મુશ્કેલી હતી તે ટળી. હવે એક આંખે સારું થયું છે ચશ્માનો નંબર હજી આવ્યો નથી. હું| કંઈ લખું તેના પરિણામે કોઈ નિર્દોષ સાધુ દંડાય તો તે સારું નહિ, અને પરિણામે જે આંખ સારી થઈ છે તે પણ કદાચ જાય અને લોકો સાધુઓનો અવર્ણવાદ કર્યો માટે આંખે આંધળા થયા તેમ બોલે. માટે મારે હવે આ કશી વાતમાં પડવું નથી. તમને ઠીક લાગે તે કરો. શેઠ વિચારમાં પડયા. તેમણે કહ્યું તમને આ શિથિલાચારનું કામ કરવા જેવું ન લાગતું હોય તો મારે પણ કરવું નથી. તમે વિચાર કરો. વાજબી લાગે ।તો તમે મને લખાણ આપજો. અને ન લાગે તો મને પણ કહેજો કે આમાં પડવા જેવું નથી. તો હું પણ | નહિ પડું.
આ પછી હું દર્શન વિજ્યજી ત્રિપુટી મહારાજને મળ્યો. તેમણે કહ્યું : શેઠ જે પ્રવૃત્તિ કરવા માગે છે તે સારી છે. તેમાં તેમનો ઉત્સાહ મંદ પડે તે બરાબર નથી. આથી મેં શ્રાવક સંમેલનમાં શું કરી શકાય |ને શું કરવું જોઈએ તે અંગેનો આખો ડ્રાફ તૈયાર કર્યો અને શેઠને આપ્યો. શેઠે મારી પાસે જેમ લખાણ | મંગાવેલ તેમ તેમણે પૂજ્ય પુણ્યવિજ્યજી મહારાજ અને ભુવનભાનુસૂરિ મહારાજ વિગેરે પાસેથી પણ મંગાવેલું. આ બધાં લખાણો તેમણે કોના તરફથી આવ્યા છે તે ખાનગી રાખી શ્રીયુત છોટાભાઈ વકીલે આપ્યા. છોટાભાઈ વકીલે આ લખાણો વાંચ્યાં પણ તેની પૂરતી સમજ માટે મને બોલાવ્યો. જ્યારે આ બધાં લખાણો મેં જોયાં ત્યારે મને મારું લખાણ ક્યું છે તે જણાયું, અને છોટાભાઈને કહ્યું કે આ લખાણ તો મારું છે. છોટાભાઈએ મારી પાસેથી આ બધું સમજી શેઠને આપ્યું.
જીવનની ઘટમાળમાં]
[૪૭