________________
|પુત્રીઓ હતી. આ બધા મને કાકા અને મારી પત્નીને કાકી કહી માં સુકવતા નહોતા. અને મારી પુત્રીઓ પણ કાલીદાસભાઈને કાકા ને તેમની પત્ની સુશીલાબેનને કાકી કહી મોં સુકવતી નહોતી.
શ્રીયુત કાલીદાસભાઈને ત્યાં દસ દિવસ રહ્યા બાદ અમે ભોગીલાલ શેઠના બંગલે અંધેરી, ટેકરી ઉપર ગયા. ત્યાં તેમણે મારા માટે અને મારા કુટુંબ માટે સુંદર અલાયદી વ્યવસ્થા રાખી હતી. તે, તેમનાં પત્ની અને નોકર-ચાકરો અમારી ખૂબ સારી કાળજી રાખતા હતા. ત્યાં પણ હું, મારી પત્ની અને દીકરીઓ | રોકાયાં હતાં.
જમવાના બન્ને ટાઈમે ભોગીભાઈ શેઠ હાજર રહેતા અને મારી દવા દારૂની ખાસ સંભાળ રાખતા. મને અને મારા કુટુંબને કોઈ મુશ્કેલી પડતી નથી તેની વારેવારે પૃચ્છા કરતા. અહીં પણ તેમના કુટુંબ સાથે ઘણો ઘરોબો થયો.
આ જ અરસામાં થોડા વખત બાદ મારા ભાઈ મણીલાલની પુત્રી ઇન્દુના લગ્ન લેવાનાં હતાં. તેથી મારે અમદાવાદ જઈ ફરી મુંબઈ પાછું આવવું તે ઠીક ન લાગતાં હું થોડા દિવસ માટે પત્ની અને પુત્રીઓ |સાથે પુના ગયો.
પુનામાં મારા સાળા સોમચંદ રહેતા હતા. તેમજ મારા સાઢુ અને બીજા સગાસંબંધીઓ પણ રહેતા હતા. આથી ત્યાં પાંચ સાત દિવસો રોકાયો અને ત્યાર બાદ મુંબઈ મારા ભાઈની પુત્રી ઇન્દુના લગ્નમાં અમે બધાં આવ્યાં. મારા ભાઈ મણિભાઈને ત્યાં જાન પુનાથી આવવાની હતી. આ જાનમાં વેવાઈઓના સગાસંબંધીઓ ઉપરાંત અમારા સગાસંબંધીઓ પણ આવવાના હતા. આ લગ્નમાં મેં હાજરી આપી અને |મણિભાઈને મેં મારાથી બનતી મદદ કરી. મારા સંબધે શ્રીયુત ભોગીલાલ લહેરચંદ વિગેરે આગેવાનોએ 4 |હાજરી આપી અને લગ્નનો પ્રસંગ સારી રીતે ઉજવાયો. ત્યારબાદ હું કુટુંબ સાથે અમદાવાદ આવ્યો.
33
અમે મુંબઈ ગયા તે દરમ્યાન છોકરાઓની નિશાળ ચાલુ હોવાથી મારા વચેટ દીકરા ભરતભાઈ અને ભરતભાઈના વહુ ઘર સંભાળતા હતા. તે વખતે ભરતભાઈ બીજે નોકરી કરતા હતા ને પ્રેસનું કામ કીર્તિભાઈ સંભાળતા હતા. બન્ને પ્રેસનું કામ નહિ સંભાળી શકવાથી અને પૈસાની મુશ્કેલીના કારણે તેમણે શરાફના દેવાની શરૂઆત કરી દીધી હતી. અને તે રીતે ૧૧૦૦૦ રૂા.જેવું દેવું કર્યું હતું. આ વાતની ખબર ।હું જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે પડી અને મેં શરાફને કહ્યું, કઈ રીતે તમે આટલી બધી રકમ ધીરી ? શરાફે | Iકહ્યું, અમે તમારા નામ પર ધીરી છે.
આ બાજુ સિદ્ધાર્થ સોસાયટીનું જે મકાન બંધાતું હતું તે બારી બારણાં સિવાયનું અધુરૂં રાખી હું મુંબઈ ગયો હતો. તેનાં બારી બારણાં કરાવી કામ પૂરૂં કરાવ્યું. હવે ખેતરપાળની પોળનું મકાન છોડી સિદ્ધાર્થ |સોસાયટીના નવા બાંધેલા મકાનમાં રહેવા જવું કે કેમ તેના વિચારમાં પડ્યો. કારણ કે પૈસાની ખેંચ હતી. | Iકીર્તિભાઈએ શરાફનું દેવું કર્યું હતું અને સિદ્ધાર્થ સોસાયટીના નવા બાંધેલા મકાનના રૂપિયા રૂા. ૩૦ હજાર | ઉપજતા હતા. એ ત્રીસ હજાર આવે તો દેવું પતી જાય અને ધંધામાં પણ સવલત થાય અને નાનું સરખું મકાન પોળમાં લઈ શકાય. આ વિચારે સિદ્ધાર્થ સો. નું બાંધેલું મકાન વેચવા વિચાર કર્યો. પણ મારા મિત્ર
૪૬]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા