________________
|મેં તેમને યથાતથ્ય લખીને આપ્યો. અને એક વર્ષ પર્યત ઘી, દૂધ અને મીઠાઈના ત્યાગનું પ્રાયશ્ચિત્ત લીધું અને ! કચ્છ, ગિરનારના સંઘ દરમ્યાન તેનું પાલન કર્યું. આખી સંઘયાત્રા દરમ્યાન એકાસણાં કર્યાં. 1 કચ્છ-ગિરનારની યાત્રામાં ઘણું જોવા-જાણવાનું મળ્યું પણ અભ્યાસ ત્રુટિત (ત્રુટક) થયો. યાત્રા બાદ ;
થોડો સમય અભ્યાસમાં ચિત્ત ન ચોંટયું પણ પછી એટલી તમન્ના લાગી કે લઘુવૃત્તિનો એક પાઠ પં. |વીરચંદભાઈ પાસે તો બીજો પાઠ પ.પૂ. આ. ક્ષમાભદ્રસૂરિ પાસે શરૂ કર્યો. અને બાર મહિનામાં આખી લિથુવૃત્તિ છ હજારી અર્થ અને સાધનિકા સહિત પૂર્ણ કરી. (યાત્રા દરમ્યાન મેં ચારિત્ર વિજ્યજી મ. (વૃદ્ધિચંદજી! મ. ના સમુદાયના) પાસે પંચસંગ્રહ ટીકા સહિત વાંચ્યો હતો.) બીજી બાજુ પંચસંગ્રહ કંઠસ્થ કર્યો અને તેની વૃત્તિ પણ વાંચી. કર્મગ્રંથના પદાર્થો, - સંખ્યાતા - અસંખ્યાતા અને અનંતાની ગણતરી અને પાંચમા છઠ્ઠા કર્મગ્રંથના ભાંગાઓ આંગળીના વેઢે ગણી શકાય તે રીતે તૈયાર કર્યા.
૧૭. પાટણની સંઘયાત્રા પછી મારી પરિસ્થિતિ અગાઉ જણાવી ગયો તેમ મારી દશ વર્ષની વયે મારી માતા મૃત્યુ પામેલાં. પિતા પાસે કોઈ ધંધો / ન હતો. ઘરમાં જે રાચરચીલું હતું તે વેચી પૂરું કર્યું. નાનો ભાઈ પાટણ બોડીંગમાં ભણતો હતો.' આગળપાછળની કોઈ ઉપાધિ પિતા પાસે ન હતી. આથી બધું સમેટી પિતા પણ પાટણ આવ્યા. તે જમાનામાં પાટણમાં મહિને ચાર રૂપિયામાં જમાડતી વીશીમાં પિતાશ્રી જમતા. સૂવા-બેસવા માટે અમારા પિતાના ફોઈ Iઝમકબાને (શ્રી સ્વરૂપચંદ વસ્તાચંદ, રતનચંદ વસ્તાચંદ અને ન્યાલચંદ વસ્તાચંદ નાં માતુશ્રી) ત્યાં ખેતરવશીનાT |મહોલ્લામાં જતા. દસ-પંદર દિવસે અમારી ખબર-અંતર પૂછવા આવતા. અમારા નિમિત્તે એક પાઈનો પણ આ ખર્ચ ન હતો. અવારનવાર અમારા સગા - ખાસ કરીને અમારા કમાણાવાલા માસિયાઈ ભાઈ મંગળદાસ કે જે મારાથી બે-એક વર્ષે મોટા હતા તે ખબરઅંતર લેતા. | અમારે ત્યાં દક્ષિણામૂર્તિની “સરળ સંસ્કૃત” પુસ્તિકા સંસ્કૃતના પરિચય માટે ચાલતી. તેમાં દુર્ગના !
ધના મેન વુધ્ધતા ભવન” તે વાક્ય આવતું હતું. I મને કોઈ તરફથી એવી જાણ કરવામાં આવેલી કે તમારા પિતાશ્રીને તમારા કાકાએ કંઈક હિસાબની! વાતચીતમાં ગરમ થઈને ધક્કો મારેલો અને તેથી તેમની પાઘડી ઊછળીને ફેંકાઈ ગયેલી. આ જાણ્યા પછી ! મેં નાનપણમાં કાકાશ્રી ઉપર કાગળ લખેલો તેમાં નિર્દોષ ભાવે આ સંસ્કૃત ઉક્તિનો ઉપયોગ કર્યો. ગમે તેમ, પણ પિતા સાથે લોહીની સગાઈ હતી. નાની વયમાં, ઓછી સમજમાં, ગરીબ અવસ્થામાં પણ સ્નેહ કંઇ થોડો સૂકાય છે?
હવે આ કાગળ લખેલો તેની વાત તો હું સમય વીતતાં ભૂલી ગયો. પાટણમાં રહેતો તે વખતે ગાંધી | '' સપ્તાહ દરમ્યાન માણસા નિવાસી શ્રી કેશવલાલની સૂચનાથી ખાદીની ચાદરો વેચવાના પર્યટનમાં હું મારે jગામ - રણુંજ ગયો. હવે તે જ કાકાને ઘેર હું પ્રેમથી ગયો. બાલ્યાવસ્થામાં નિર્દોષ ભાવે લખેલું પેલું સંસ્કૃત પં
વાક્ય હું તો ભૂલી ગયેલો પરંતુ કાકાશ્રી ભૂલ્યા ન હતા. તેમણે આવતાની સાથે મારો ઉઘડો લીધો અનેT Tગુસ્સે થઈ ગયા. મેં પહેલાં લખેલો કાગળ તેમણે મને યાદ કરાવ્યો. હું વિલખો (ભોંઠો) પડ્યો અને ત્યાંથી!
============================
મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - -- - --- - - - - - - - - - - -