________________
| કચ્છમાં એક ગામમાં ખીચડી-ઘીનું જમણ આપેલું. માર્ગમાં થતા વિવિધ મિષ્ટાન્નો-જમણને બદલેT
ખીચડી મળવાથી સંઘયાત્રીઓને આ જમણ ખૂબ ભાવ્યું. 1 એક પ્રસંગ મને યાદ છે. બનતા સુધી ભીમાસર ગામ હતું. ત્યાં એક મોટી અવાવરી વાવ હતી. iહું તથા મારા મુરબ્બી શાંતિલાલ સાઠંબાકર આ વાવ આગળ કપડાં ધોતા હતા. વાવ કેટલી ઊંડી હતી ?
અગર તેમાં જૂનાં ઝાડ-ઝાંખરાં લીલ કે શેવાળ કેવાં હતાં? તે ખબર ન હતી. શાંતિલાલની શરત મુજબ) મેં વાવમાં ભૂસકો માર્યો. તુર્ત જ બહાર આવ્યો. સદ્નસીબે જાળાં-ઝાંખરાં નડ્યાં નહિ. આમ નાનપણમાં! સાહસ સાથે અવિચારીપણું હતું.
આ સંઘમાં અમારી સંસ્થા જૈન વિદ્યાભવનના શિક્ષકો - વિદ્યાર્થીઓ બધા દરેક કાર્યમાં ઊલટથી ! Iભાગ લેતા હતા. ચૈત્ર સુદ ૩ ના દિવસે સંઘે કચ્છ છોડ્યું અને ચૈત્ર સુદ ૪ ના દિવસે સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો..
સૌરાષ્ટ્રમાં પ્રવેશ થતાં જ રાજકોટ, જામનગર, જૂનાગઢ વગેરે સંઘના આગેવાનો આવ્યા અને પોતપોતાના ગામે સંઘને પધારવા ખૂબ આગ્રહ કર્યો. સંઘ મોરબી થઈ જામનગર ચૈત્ર સુદ ૧૪ના દિવસે પહોંચ્યો. ત્રણ દિવસ મુકામ કર્યો. પાલીતાણાની ટૂંક જેવાં અહીં બાર દેરાસરો છે. જામનગર “કાઠિયાવાડનું |પેરીસ” કહેવાય છે. અહીં દેરાવાસીનાં ૯૦૦ ઘર છે.
જામનગરથી વણથલી, હડમતીયા અને રામપુર થઈ સંઘ ચૈત્ર વદ પાંચમના દિવસે રાજકોટ પહોંચ્યો.' 'અહીં પં. ખાંતિવિજયજી મ. ની પાસે શ્રીયુત દીપચંદભાઈ અને તેમનાં બહેને દીક્ષા લીધી. આ દીપચંદભાઈ , jએ પંડિત રતિલાલ દેસાઈના પિતા થાય. તેમનું નામ દીપવિજયજી રાખવામાં આવ્યું. અહીં સંઘ બે દિવસ રોકાયો.
રાજકોટમાં પટણીઓના ઘર હોવાથી તેમને ખૂબ આનંદ થયો. અહીં પણ રાજકોટ દરબાર તરફથી સંઘનું ખૂબ બહુમાન થયું.
રાજકોટ પછી સંઘ ગોંડલ, વીરપુર થઈ ચૈત્ર વદ તેરસે જૂનાગઢ પહોંચ્યો. જૂનાગઢના નવાબેT તોપોથી સામૈયું કર્યું. રાજય તરફથી શેઠશ્રીને માનપત્ર આવ્યું. વૈશાખ સુદ ત્રીજના દિવસે પ.પૂ. આ.! વિજ્યનીતિસૂરીશ્વરજી મ.ના વરદ્ હસ્તે તીર્થમાળા પહેરાવવામાં આવી. પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મ.' jશંખેશ્વરથી ઠેઠ સુધી હાજર હતા. ગિરનારનો જીર્ણોદ્ધાર તેમના વરદ્ હસ્તે ચાલતો હતો. ગિરનારજી ઉપર Iકુલ ૨૧ જિનાલય છે. ગિરનાર પછી સંઘ ટ્રેન દ્વારા વઢવાણ, લખતર, વીરમગામ, જોટાણા, મહેસાણા થઈI
પાટણ આવ્યો. આમ આ સંઘ માગસર વદ તેરસના દિવસે નીકળેલો, વૈશાખ સુદ પાંચમે પાટણમાં પ્રવેશ કર્યો. ! ] સંસ્થાઓમાં સામુદાયિક અભ્યાસની તાલીમ વગેરે સારા ગુણો વિદ્યાર્થીને મળે છે, તેમ તેમાં કેટલીક
કુટેવો પણ પોષાય છે. જો સારો ગૃહપતિ ન હોય અને સંસ્થાનું સંચાલન બરાબર ન હોય તો ઘેર અભ્યાસી કરતા વિદ્યાર્થી કરતાં સંસ્થામાં ભણતા વિદ્યાર્થી રખડે, દુર્ગુણી અને દુરાચારી બને. 1 કેટલીક વખત પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓની નજીક નજીક પથારી અને ગૃહપતિની સીધી દેખરેખ
કે સારી સંભાળની ઉપેક્ષાને કારણે નિર્દોષ જીવન જીવનારા છાત્રાલયના વિદ્યાર્થીમાં “સજાતીય કામવૃત્તિ”. ગુનો દુર્ગુણ દાખલ થાય છે. શ્રી પ્રભુદાસભાઈની મારા પ્રત્યેની લાગણી, ઉપદેશ અને પ્રેમને લઈ આ દુર્ગુણ
=============== ==== =========== = કચ્છ - ગિરનારની મહાયાત્રા
II
(૨૫)
-
-
-
-
-
-
-
-
-
|