SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મિ. વગેરે પૂ. આચાર્ય વિજ્યવલ્લભસૂરીશ્વરજીથી દીક્ષાપર્યાયમાં મોટા હોવા છતાં તેઓ સૌ સામૈયામાં હાજર Jરહ્યા હતા. પૂ. આ. વિજ્યવલ્લભસૂરિ મ. ની સ્થિરતા દરમ્યાન કોઈને કોઈ નવા ઉત્સવો, સમારંભો ઉજવાતા ' અને જૈન જૈનેતરો સર્વેમાં તેમની પ્રત્યે આકર્ષણ રહેતું. એક આલ્હાદક પ્રસંગ : મહેતાના પાડાના ઉપાશ્રયે પ.પૂ.આ. સાગરાનંદસૂરિજી, પૂ. આ. સિદ્ધિાં સૂરીશ્વરજી મ. સાથે ઉતર્યા હતા. પૂ. જયારે પૂ. આ. વિજયવલ્લભસૂરિજી મ. સાગરના ઉપાશ્રયે ઉતર્યા ! હતા. પરંતુ બીજા જ દિવસે બપોરે બે વાગે પૂ. આ. વિજયવલ્લભસૂરિ મ. પોતે મહેતાના પાડાના ઉપાશ્રય 'પધાર્યા અને પૂ. આ. સાગરાનંદસૂરિ મ. ને મળ્યા. પરસ્પર સુખશાતા પૂછવાપૂર્વક શાસનના ઘણા મહત્ત્વના : પ્રશ્નોની વિચારણા કરી. આ સમય (પ્રસંગ) પાટણ માટે ખૂબ જ મહત્વનો હતો. આ હતી તે વખતના jશાસનના પૂ. મોટા આચાર્યોની મિલનસાર પ્રકૃતિ ! ૫. ભગવાનદાસ, પંડિત વીરચંદભાઈ, પંડિત ઠાકોરભાઈ અને પં. પ્રભુદાસભાઈ, મહેસાણા Jપાઠશાળાના સહાધ્યાયીઓ હતા. એકબીજા પ્રત્યેનો તેમનો પ્રેમ સાહજિક હતો. જ્યારે તેઓ અમારા ત્યાં ભેગા થતા ત્યારે પોતાના સુખદુઃખની, સાહિત્યની, સમાજની અને શાસનની વાતો કરતા અને હળવા થતા.' ; સાથે સાથે અમારી સંસ્થાની પ્રગતિનો અને તેની વર્તમાન પરિસ્થિતિનો પણ વિચાર કરતા. પંડિત સુખલાલજી, પં. બેચરદાસજી તથા ગુજરાત વિદ્યાપીઠના વિશિષ્ટ અધ્યાપકો અમારે ત્યાં Jઆવતા અને રહેતા. પં. સુખલાલજી તો પ્રભુદાસભાઈના વિદ્યાગુરુ હતા. જો કે તેઓ બંનેમાં વિચાર-ભેદ ઘણો મોટો હતો. પણ બંને ખૂબ જ સ્પષ્ટ અને નિખાલસ હતા. પં. સુખલાલજી ચર્મચક્ષુથી અપંગ હતા, પરંતુ તેમના અંતરચક્ષુ ખુલ્લા હોવાથી તેઓ ખૂબ જ વ્યવહારદક્ષ હતા. તેઓ અમારે ત્યાં આવતા ત્યારે માત્ર અભ્યાસક્રમનું અને બહારનું વાતાવરણ દેખી સંતોષ નહોતા માનતા. પણ પ્રત્યેક વિદ્યાર્થીનો પરિચય સાધતા. અને જે. વિદ્યાર્થીમાં વિશિષ્ટ શક્તિ હોય તેને કેવી રીતે પ્રગતિશીલ બનાવવો તેનું પણ સૂચન કરતા. પં. સુખલાલજીની સાથે કોઈવાર પ. બહેચરદાસ પણ આવો. અમે આબુ, દેલવાડા, અચલગઢના પ્રવાસે ગયા ત્યારે અમારી સાથે પં. બેચરદાસ અને વિદ્યાપીઠના અર્થશાસ્ત્રી ત્રિકમભાઈ હતા. પં. બેચરદાસ સાથે અમે વાતો કરતા ત્યારે નાના મોટાનો ભેદ ભૂલી જઈ બહુI સ્પષ્ટ અને રૂઢિ પરંપરાથી વિરુદ્ધ કેટલીક વાતો કરતા. પં. સુખલાલજીને આ એમની વાતો કરવાની રીત ગમતી ન હતી. પં. બેચરદાસનો સ્વભાવ બાળક જેવો નિર્દોષ અને સ્પષ્ટ બોલવાનો હતો. આ જીવ કેવળ વિદ્યાવ્યાસંગી હતો. " (૭ -- અમારી સંસ્થામાં પં. લાલન અને શ્રી શિવજી દેવશી (ગઢડાવાળા) પણ આવતા. પં. શ્રી લાલન સામાયિક કરાવતા અને વિદ્યાર્થીને સામાયિકમાં હરિભદ્રસૂરિ મહારાજે આપેલ આઠ | ================================ પૂ. આચાર્ય ભગવંતો તથા વિદ્વાનોની અસર] [૧૫ — — — — –
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy