SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) વિદ્યાભવનના લીમડા નીચેના વિશાળ ચોકમાં આવીને પૂ. આ. નેમિસૂરીશ્વરજી મ. બિરાજતા અને વાતો કરતા. જોધપુર પાસેના કાપરડા તીર્થમાં જાટ લોકો સાથે થયેલા ઘર્ષણની વાત તેમના શ્રીમુખે જ્યારે તેઓ કરતા ત્યારે ધર્મની રક્ષા પ્રત્યેનો પ્રેમ અમને ઝળહળતો દેખાતો. સાધુ સમુદાયની જતના અને તેમના અભ્યાસ માટેની તેઓની કાળજીની જ્યારે તેઓ વાત કરતા ત્યારે શાસનસેવા માટેની અને સમુદાયની કાળજીની યોજના દેખી અમે ખૂબ નતમસ્તક બનતા. [ આ ઉપરાંત અમદાવાદના નગરશેઠ કુટુંબની અને હઠીસીંગ કુટુંબની કેટલીક વાતો તેમના શ્રીમુખે સાંભળી અમને તેમની પ્રતિભા અને પ્રભાવ માટે અનહદ માન ઉપજતું. મહેતાના પાડાના ઉપાશ્રયે પ.પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મ. ની સાથે ઉતરેલા પ.પૂ. આ.1. સાગરાનંદસૂરીશ્વરજી મ. નું યુક્તિ-પ્રયુક્તિસભર વ્યાખ્યાન બપોરે બાર વાગ્યા સુધી ચાલતું. તેમના વ્યાખ્યાનના બીજા શબ્દો તો ખાસ યાદ નથી. “ગાજરની પીપૂડી વાગી તો વગાડી, નહિતર કરડી ખાધી” - એ ઉક્તિને અનુસરીને બરાબર વ્યાખ્યાન આઠ દિવસ ચાલ્યું હશે. મહેતાના પાડાના ઉપાશ્રયે બિરાજતા સિદ્ધિસૂરિ મ. ને અમે વંદન કરવા જતા ત્યારે “શિલા , વજયી તલ” નું ઉચ્ચારણ આખા ઉપાશ્રયને પવિત્ર બનાવતું. તે ભદ્રિક મહાત્મા આ ઉચ્ચારણમાં એવા તલ્લીન બનતા કે વંદન કરવા કોણ આવ્યું છે તેનો પણ તેમને ખ્યાલ ન રહેતો. (૪). પરમ પૂ. આ. નીતિસૂરીશ્વરજી મ. ને અમે ખેતરવસીના પાડામાં, ચોકમાં પોતાના ગુરુભાઈ પૂ. 1 પિંન્યાસ દયાવિજ્યજી મ. ને ઉપાધ્યાય પદવી અને શાંતિવિજ્યજી મ. ને પંન્યાસ પદવી આપતા જોયા છે. જિમ તેજસ્વી ગ્રહોના સમૂહની વચ્ચે શોભતો ચંદ્ર વધુ આલ્હાદક લાગે તેમ પૂ. મુનિશ્રી ઉદયવિજયજી, મહેન્દ્રવિજયજી અને કલ્યાણવિજયજી આદિ યુવાન તેજસ્વી મુનિઓથી શોભતા તે આચાર્ય નીતિસૂરીશ્વરજી | ખૂબ જ પ્રતિભાશાળી લાગતા. પાટણમાં અમે સામૈયાં તો ઘણાં જોયાં હતાં. પૂ. આ. નેમિસૂરીશ્વરજી મ. નું સામૈયું હાથીથી થયું હતું. આખું સુખડીવવટ અને દોશીવટ સોના, ચાંદી અને જરીથી શણગાર્યું હતું. ! બંગાળથી પહેલવહેલા ગુજરાતમાં પધારી રહેલા પૂ. આ. સાગરાનંદસૂરિ મ. નું સામૈયું પણ ખૂબ! ઉમળકાભેર થયું હતું. પરંતુ આ. વિજયવલ્લભસૂરિનું સામૈયું તો કંઈ અદ્ભુત હતું. પાટણના સંઘે પોતાની સર્વ રિદ્ધિ, jસિદ્ધિ અને સમૃદ્ધિ તેમના સામૈયામાં પ્રદર્શિત કરી હતી. મારવાડથી વરકાણા વિદ્યાલય, પંજાબથી ગુજરાનવાલા ગુરુકુળના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઉપરાંત બુઝુર્ગ પ્રવર્તક કાન્તિવિજયજી મ. અને વયોવૃદ્ધ પૂ. હંસવિજયજી| =============================== | ૧૪] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - – – – – – – – – – – –
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy