SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ |આગળ ચાલે તે પહેલાં રામચંદ્રસૂરિજીના ભક્તો દ્વારા, શંખેશ્વર હારીજ તાલુકાની અંદરના ભાગમાં હોવાથી | હારીજ કોર્ટમાં આગમમંદિરનું કામ અટકાવવા કેસ થયો. આ કેસમાં એમ જણાવવામાં આવ્યું કે “આ ! આગમો પવિત્ર છે, તે તપશ્ચર્યાપૂર્વક સાધુઓ જ વાંચી શકે. ગૃહસ્થોને વાંચવાનો અધિકાર નથી. આગમ મંદિરમાં આગમો કોરાવી ચોંટાડવાથી બધી પબ્લિક માટે વાંચવાની છૂટ મળે તે અમારા ધર્મ વિરુદ્ધ છે. માટે તે અટકાવવું જોઈએ”. આવી આ કેસમાં દાદ માંગવામાં આવી. આ માટે રામચંદ્રસૂરિજીના ભક્તોએ |અમદાવાદના હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરતા સારા વકીલોને રોક્યા, જેના પરિણામે આગમમંદિરની કમિટીને પણ [હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરનાર મંગળદાસ વકીલને રોકવા પડ્યા. , રામચંદ્રસૂરિજી મ. તરફથી તે કાળે તેમના ગણાતા અનન્ય ભક્ત ધ્રાંગધ્રાવાસી બાબુભાઈ હળવદવાળા અને એક રાજકોટના ભાઈ આ કેસના સંચાલનમાં ખાસ રોકાયા. તેઓ તરફથી આગમ મંદિરમાં કોઈ પણ રીતે આગમો ન ચોંટાડાય તેનાં પ્રતિકાર માટે જુદા જુદા શાસ્ત્રપાઠો, લેખો વિગેરે રજૂ થયા. આનો જવાબ આપવાનું કામ મારે માથે આવ્યું. જેને લઈ આ કેસમાં પર્શી મુદ્દતોએ હું આગમમંદિરના ટ્રસ્ટીઓ સાથે હાજર થતો, અને વકીલને તેનો પૂર્વાપરનો ખ્યાલ આપતો. આ કેસ હારીજ કોર્ટમાં ચાલ્યો. અમારા અને એમના વકીલોએ વિરુદ્ધ અને તરફેણોની દલીલો I કરી. પણ કેસ હારીજ કોર્ટમાંથી નીકળી ગયો. અમે સ્થાનિક વકીલ તરીકે ચાણસ્માના સૂરજમલ વકીલને રોક્યા હતા. જે હારીજ કોર્ટનું સ્થાનક કામ સંભાળતા હતા. હારીજ કોર્ટમાંથી આ કેસ નીકળી ગયા બાદ આ કેસની મહેસાણા કોર્ટમાં અપીલ થઈ. અને ।ત્યારબાદ અમદાવાદ હાઈકોર્ટમાં આ કેસ આવ્યો. કેસમાં તથ્ય ન હોવાથી આ કોર્ટોએ કેસ કાઢી નાખ્યો. પણ આ કામમાં બે થી ત્રણ વર્ષ સુધી મારે અને આગમમંદિરની કમિટીને દોડાદોડ ઘણી જ કરવી પડી. I આ કેસ માંડનાર બાબુભાઈ રામચંદ્રસૂરિ મ.ના અનન્ય ભક્ત હતા. પણ સમય જતાં તેમના અંગત પરિચયમાં આવતાં તે પાછળથી તેમના એટલા બધા વિરુદ્ધ થયા કે તેમણે ઘણીવાર મ.ને તેમની કેટલીક I ખોટી જિદોને દૂર કરવા, ખોટી ખટપટોને દૂર કરવા સમજાવ્યા. છતાં તે ન માન્યા ત્યારે તેમના વિરુદ્ધના |પ્રસંગોની એક પુસ્તિકા બહાર પાડી. અને એ પુસ્તિકામાં મહારાજ કેવાં કેવાં ખોટાં કામો કરે છે તે જણાવ્યું. હું Iઅને સાથે એ પણ જણાવ્યું કે હું આ બધું કોઈ મારી સામે કેસ કરે તો કોર્ટમાં સાબિત કરવા તૈયાર છું. આ । પુસ્તિકા ઉપરાંત તેમણે જુદા જુદા લેખો પણ પેપરોમાં આપ્યા. રામચંદ્રસૂરિજી ભક્તો દ્વારા સીધી રીતે તો ! નહિ, પણ આડી અવળી રીતે તેમની ઉપર કેસો કરવાની નોટિસો ગઈ. પણ આ ભાઈ એટલા બધા મક્કમ હતા કે નોટિસો આપનારા છેવટે થાક્યા. બાબુભાઈનો મારી સાથે ખૂબ ગાઢ સંબંધ બંધાયો. જ્યારે તે ધ્રાંગધ્રા હતા ત્યારે પત્રથી મારી સાથે સંબંધ રાખતા. પણ પછીથી તે અમદાવાદ આવ્યા અને કાયમી વસવાટ તેમના પુત્ર અને પૌત્રો સાથે થયો. એટલે અવારનવાર મળવાનું રાખતા. તે ખૂબ તપસ્વી હતા. છઠ્ઠને પારણે છઠ્ઠ | Iઅને અઠ્ઠમને પારણે અઠ્ઠમ જેવી ઘોર તપશ્ચર્યા તેમણે હંમેશા ચાલુ રાખી હતી. પાછળના વખતમાં તેઓ I તપશ્ચર્યા અને પુસ્તકવાંચન કરતા. રામચંદ્રસૂરિ સાથેના વિરોધ માટે મેં એમને બેત્રણ વાર કહેલું કે ‘‘ઘણાં વર્ષો સુધી એમનો સંબંધ રાખ્યા બાદ તમે આ વિરોધ કરો તે શોભે નહિ”. તેમનો જવાબ એ હતો કે ‘‘અમે તેમનાં વ્યાખ્યાન સાંભળવા અને આગતાસ્વાગતા સિવાય કશું અગાઉ કર્યું નથી. રાજકોટનું પ્રકરણ અને બીજાં પ્રકરણો બાદ અમારી આંખ ઊઘડી કે અમે તેમનાં દ્વારા શાસનને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. અને |શાસનના સારા માણસોની નિંદા કરી છે. હું તેમનો જે વિરોધ કરું છું તેની પાછળ તેમની નિંદા કરવાનો | ૧૬૬] [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy