________________
| થાય તેવો આગ્રહ પત્રો અને ગૃહસ્થો દ્વારા પૂ. સાગરજી મ.ને કરાવ્યો. પણ સાગરજી મ. આચાર્ય પદવી। આપવાના સંબધમાં મૌન રહ્યા. સાધ્વી શ્રી તિલકશ્રી મહારાજે મને ખાસ કહ્યું કે તમે મહારાજશ્રીને આ સંબધમાં આગ્રહ કરો. મેં મુંબઈમાં મહારાજને કહ્યું કે “મ. સાહેબ ! ચંદ્રસાગરજી મ. પ્રભાવશાળી, સારા શિષ્યોનાં સમુદાયવાળા અને આપના સમુદાયની છાયા સા૨ી વધારે તેવા છે. તો તેમને આચાર્ય પદવી તમે આપો તેવું ઘણા ઇચ્છે છે'. પણ આ આગ્રહની ખાસ કાંઈ અસર થઈ નહીં. મહારાજે મને મારી કહેલી વાતનો પ્રત્યુત્તર આપ્યો કે “તમારી વાત બધી સાચી. પણ મારે સમુદાયની દૃષ્ટિએ બધો વિચાર કરવો જોઈએ. હું ઇચ્છુ છું કે મારા મૃત્યુ પછી માણેકસાગરસૂરિ તેમને આચાર્યપદવી આપે. મારી હયાતીમાં આચાર્યપદવી આપવાથી મારા કાળધર્મ બાદ સમુદાય છિન્નભિન્ન થઈ જાય તેમ મને લાગે છે. તેથી મારી ઇચ્છા માણેકસાગરસૂરિના હસ્તે તેમની પદવી થાય તેવી છે.”
પરિણામે આ આચાર્યપદવી આપવાની જે હિલચાલ શરૂ થઈ હતી તે બંધ રહી. મુંબઈમાં મહારાજ ગોડીજી હતા તે વખતે ચંદ્રસાગરજી મ. ભોગીલાલ લહેરચંદના બંગલે અંધેરી હતા. તેમણે આ બધી વાત જાણ્યા બાદ તેમના ભક્તોને આ અંગે વધુ હિલચાલ કરવાની ના પાડી.
વિ.સં. ૨૦૦૫માં મહારાજશ્રી કાળધર્મ પામ્યા. ત્યારબાદ પ્રાયઃ આગમમંદિરનાં પ્રતિષ્ઠાના પ્રસંગે જ ચંદ્રસાગરજીની આચાર્ય પદવી થઈ અને સાથે સાથે હેમસાગરજીની પણ આ પદવી થઈ. આ વાત સૂરત આગમમંદિર પ્રતિષ્ઠાના પ્રસંગ સાથે સંકળાયેલ છે તેથી અહીં લેવામાં આવી છે.
(૭/૧૦)
સૂરતના આગમમંદિર બાદ પ્રભાસ પાટણમાં પણ એક આગમમંદિર પૂ. આ. ચંદ્રસાગરસૂરિ દ્વારા કરવામાં આવ્યું. પણ તેમાં મારો પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ જાતનો સંબધ નહિ હોવાથી હું એ સંબધી કાંઈ લખતો નથી. તેમજ આ આગમમંદિર સંબધી કોઈ ખાસ હકીકતની મને જાણ નથી.
તદઉપરાંત સ્થાનકવાસી સંપ્રદાયના એક ભાઈ જે પાછળથી સાધુ થયા હતા, અને પૂ. મહાત્માજીના | |અંગત ભક્ત હતા, તેમણે પણ અમદાવાદમાં આગમોને તામ્રપત્ર ઉપર ઉત્કીર્ણ કરાવી ઉસ્માનપુરા બાજુમાં| એક આગમમંદિર બંધાવ્યું છે. આ ભાઈએ (બુધાભાઈ ઉર્ફે શ્રી દયામુનિ) સ્થાનકવાસીમાં દીક્ષા લીધેલ હોવા છતાં સ્થાનકવાસીનાં ૩૨ આગમોનો આગ્રહ રાખ્યો નથી. કેમકે સ્વાનકવાસી સંપ્રદાય ૪૫ આગમ માનતો નથી. તે ૩૨ આગમોને માને છે. પણ આ ભાઈએ સાગરજી મ.નાં આગમોની નેગેટીવ ઉપરથી આગમો કોરાવી તામ્રપત્રમાં સ્થાપિત કર્યાં છે.
(૭/૧૧)
પૂ. અભ્યુદય સાગરજી મ. અમારે ત્યાં વિશ્વનંદીકર સંઘમાં ચોમાસું રહ્યા ત્યારે અને તે પહેલાથી શંખેશ્વરમાં આગમમંદિર થાય તેવી પ્રવૃત્તિ તેમણે ઉપાડી હતી. તેમણે શંખેશ્વરમાં એક મોટી વિશાળ જગ્યા ભરૂચમાં રહેતાં એક ભાઈ દ્વારા ખરીદાવી. અને અમારા ત્યાના ચાતુર્માસ દરમ્યાન એક કમિટિ નીમી. આ । કમિટિમાં અનુભાઈ ચીમનલાલ, રમણલાલ ગાંધી, હું, મુંબઈ અને સુરતનાં કેટલાક ગૃહસ્થોને નિયુક્ત કર્યા. હું |સારા દિવસે મુંબઈના કેશવલાલ બુલાખીદાસ દ્વારા ખાતમુહૂર્ત થયું અને આ કામ આગળ ચાલ્યું.
આ આગમ મંદિરમામાં એવી વ્યવસ્થા રાખી હતી કે વચ્ચે દેરાસર અને ભમતીમાં બીજી દિશાઓમાં નાનાં દેરાસરો રાખી વચગાળાની ખાલી જગ્યાના ગાળામાં તાંબા ઉપર આગમો કોરાવી ચોંટાડવાં. આ કામ
આગમ મંદિર]
[૧૯૫