________________
(6)
બોટાદનાં સંઘે એક ખાસ જગ્યા પસંદ કરી. અમદાવાદ, મુંબઈ, ખંભાત, ભાવનગર, મહુવા વિગેરે ગામેગામના સંઘો આ નિહરણ યાત્રામાં જોડાયા. આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિઓ પણ બધા આવ્યા ંઅને અગ્નિદાહ થયો.
નંદનસૂરિ મ.મૂળ બોટાદના જ વતની હતા. અને નેમિસૂરિ મ.પાસે લાવણ્યસૂરિ, અમૃતસૂરિ વિગેરે શિષ્યો બોટાદના હતા. નેમિસૂરિ મ.નો બોટાદ ઉપર ઘણો ઉપકાર હતો. આમ, નંદનસૂરિ મ.નો જે ગામમાં જન્મ થયો તે જ ગામમાં તેમનો અગ્નિદાહ થયો.
(<)
નંદનસૂરિ મ.ના કાળધર્મ બાદ પ્રતિષ્ઠા (પાલિતાણા) કોના હાથે કરવી તે પ્રશ્ન કસ્તુરભાઈ શેઠને મૂંઝવણમાં નાંખ્યા. ખૂબ જ પ્રતિભાશાળી અને અડગ નંદનસૂરિ મ.ના ગયા પછી તેમના જેવી તેજસ્વી વ્યક્તિ મળવી મુશ્કેલ હતી. છતાં શેઠ તો નિશ્ચિત હતા કે જે દિવસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે તે જ દિવસે પ્રતિષ્ઠા કરવી. તેમણે કસ્તૂરસૂરિ મ.નું પ્રતિષ્ઠા માટે નક્કી કર્યું અને તેમને વિનંતી કરી. સાથે સાથે એ પણ નક્કી કર્યું કે |એમની સાથે સાગરજી મ.ના સાધુઓ હોય તો વધુ સારું. એટલે દેવેન્દ્ર સાગરજી મ.ની તપાસ કરી. તેઓ Iતે વખતે દહેગામ પાસેના નજીકના ગામમાં હતા અને કપડવંજ દીક્ષા આપવા માટે જવાના હતા. તેમનું સ્થળ અને સમય જાણી લીધા પછી હું અને કસ્તુરભાઈ શેઠ બને તે ગામમાં ગયા. મહારાજને મળ્યા. મહારાજને | કહ્યું કે નંદનસૂરિ મ.કાળધર્મ પામ્યા છે. કસ્તૂરસૂરિ મ.ના હસ્તુ પ્રતિષ્ઠા કરાવવાની છે. આપે કોઈ પણ રીતે આ પ્રતિષ્ઠામાં સામેલ થવાનું છે. દેવેન્દ્રસાગરસૂરિ મહારાજે કહ્યું, હું કપડવંજ જાઉ છું. દીક્ષાનું મુહૂર્ત નક્કી થઈ ગયું છે. એટલે મારાથી આવી શકાય તેમ નથી. શેઠે કહ્યું ગમે તેમ કરો પણ તમારે આવવાનું છે. મહારાજ સંમત થયા. શેઠે કહ્યું, તમને વિહારની મુશ્કેલી હોય તો હું ડોળી મોકલું. પણ કસ્તૂરસૂરિ મહારાજ |અમદાવાદથી વિહાર કરે ત્યારે તમારે બધાએ સાથે નીકળવાનું છે. દેવેન્દ્રસાગરસૂરિએ કહ્યું, “બધુંય સાચું પણ હું ડોળીમાં બેસતો નથી.” શેઠે કહ્યું, “ડોળી સાથે રાખજો.” દેવેન્દ્રસાગરસૂરિ સવાર-સાંજ વિહાર કરતા અમદાવાદ આવી પહોંચ્યા. અને કસ્તૂરસૂરિ અને તેમણે બંનેએ સાથે અમદાવાદથી પાલિતાણાની પ્રતિષ્ઠા માટે વિહાર કર્યો.
(૯)
પૂ.આ. કસ્તૂરસૂરિ અને પૂ.દેવેન્દ્રસાગરસૂરિ કોઠ હતા તે દરમ્યાન એક વાત એવી બહાર આવી ભાણાભાઈ વિગેરે કસ્તૂરભાઈ શેઠને મળ્યા અને આ પ્રતિષ્ઠાની જે વાત ચાલે છે તેમાં તે કોઈ સમાધાનની ભૂમિકા લઈ આવ્યા હતા. આ વાત મને નરોત્તમદાસ મયાભાઈએ કરી. તેમણે કહ્યું કે હું સરસપુર ગયો હતો. ત્યાં વિક્રમસૂરિને મળ્યો હતો. ત્યારે તેમણે મને આ વાત કરી હતી. આ વાત ઉપરથી હું બપોરે કસ્તૂરભાઈ શેઠને મળ્યો. તેમને મેં કહ્યું, જુઓ, આ સાધુ ભગવંતોનું કામ છે. તમે કોઈ સમાધાન આ લોકો સાથે કરો અને તે સમાધાન જે અત્યારે તમારી સાથે રહેલા છે તે સાધુઓને કબૂલ નહિ હોય તો ઘણી મુશ્કેલી વધશે. તેથી કોઈ પણ સમાધાન કરતાં પહેલાં કે સમાધાનની વાત કરતાં પહેલાં જેઓ તમારી સાથે રહેલા
૧૪૦]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા