________________
|હતા કે આવો સંઘર્ષ થાય તેમ છે તો હમણાં પ્રતિષ્ઠા બંધ રાખો. ત્યારે શેઠનું કહેવું હતું કે જાહેર કર્યા પછી| તોફાનોથી ડરી બંધ રાખવી તે કાયરતા છે. ગમે તે થાય, પ્રતિષ્ઠા તો નિયત દિવસે કરવી જ. તોફાનો| કરનારા જે તોફાનો કરે તેને પહોંચી વળવાની તૈયારી રાખવી. પણ ડરીને બંધ રાખવી તે વાજબી નથી.
(૫)
પૂ.આ.નંદનસૂરિ મ.ના હસ્તે પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી થયું હતું. તેનું મુહુર્ત પણ તેમણે કાઢ્યું હતું. | આ મુહૂર્ત બરાબર નથી તેવી વાતો જામનગરના કેટલાક અસંતુષ્ટ ભાઈઓ તરફથી પેપરોમાં પ્રસિદ્ધ કરવામાં | આવી. આ મુહૂર્ત નંદનસૂરિ મ.ખૂબ વિચાર અને ગણતરીપૂર્વક બીજા જ્યોતિષના જોણકારોની સલાહ લઈને ! કાઢ્યું હતું. છતાં વિરોધીઓ તરફથી આવતી આ વાતોનો તેઓ રદિયો આપવા તૈયાર થયા. તે માટે આખો એક લેખ તૈયાર કર્યો. પ્રતિષ્ઠા પ્રસંગને અનુલક્ષી તેઓ વિહાર કરી પાલિતાણા જવાના હતા. ત્યાં જતાં પહેલાં તેઓ પાંજરાપોળથી મહિમાંપ્રભસૂરિનાં જ્ઞાનમંદિરે ઊતર્યા. હું તેમને મળવા ગયો. તેમણે મને |વિરોધીઓએ કરેલા આક્ષેપોના જવાબ આપતો લેખ બતાવ્યો. મેં કહ્યું, “મહારાજ ! ગમે તે માણસ ગમે Iતેવા આક્ષેપ કરે તેનો જવાબ આપવાની જરૂર નથી ! કોઈ મહત્ત્વની વ્યક્તિ આપને કહે તો જ જવાબ| આપવો. તેથી આ સવાલ જવાબમાં મહેરબાની કરી ઊતરશો નહિ”. આ વાત તેમને ગમી અને તેમણે લખેલો લેખ રદ કર્યો. તે વખતે તેમની સાથે સૂર્યોદયસૂરિ, શીલચંદ્રવિજયજી વિગેરે હતા. આ પછી મહારાજશ્રીએ વિહાર કર્યો અને તે ધંધુકા પહોચ્યા.
(૬)
ધંધુકા હું, ફુલચંદભાઈ, પ્રમોદભાઈ, વિગેરે ગયા. તેમણે નંદિસૂત્ર ઉપર આપેલાં વ્યાખ્યાનોનું પુસ્તક તૈયાર થયું હતું. તેની પ્રસ્તાવના લખવાનું કામ મને સોંપ્યું હતું. તે પ્રસ્તાવના મેં લખી હતી. તેનું કાચું મેટર મ.શ્રી અને શીલચંદ્રવિજયજીને વંચાવ્યું. તેમણે પોતે સ્વસ્થ રીતે સાંભળ્યું. તેમાં કાંઈ ફેરફાર કરવાનો હોય તો તે કરવા મેં વિનંતી કરી. ત્યારે તેમણે કહ્યું, બધું બરાબર છે. આ લખાણ વાંચ્યું ત્યારે નંદનસૂરિ મ., સૂર્યોદયસૂરિ, શીલચંદ્રવિજયજી વિ. બધા હાજર હતા. આ પછી હું અમદાવાદ આવ્યો. અને |બીજા દિવસે હું ફુલચંદ કારીગરના ત્યાં માંડવીની પોળે હતો. તે વખતે સાંજનાં ૬-૦૦ થી ૬-૩૦ ના સુમારે I સમાચાર આવ્યા કે નંદન સૂરિ મ. કાળધર્મ પામ્યા છે. અમને બધાને આશ્ચર્ય થયું. ગઈકાલ સાંજ સુધી તો ! કશું હતું નહિ. મહારાજ ખૂબ સ્વસ્થ હતા અને ઓચિંતું આ કેમ બન્યું ?
અમે તુર્તજ બધા ગાડી કરીને તગડી ગયા. સમાચાર ફેલાતાં તો રાતના ખંભાત, બોટાદ, અમદાવાદ એમ ઠેરઠેરથી માણસો ભેગા થયા. બધાને આશ્ચર્ય થયું. ગોચરી વાપર્યા પછી કોણ જાણે શું થયું કે મહારાજ |ખેંચાઈ ગયા અને પ્રાણ છોડયા.
રાતના ૧૨-૦૦ ૧૨-૩૦ સુધી ચર્ચા ચાલી કે મહારાજને અમદાવાદ લઈ જવા, બોટાદ લઈ જવા કે ધંધુકા લઈ જવા, અને ક્યાં અગ્નિદાહ આપવો ? અમદાવાદવાળા અમદાવાદ માટે ખૂબ આગ્રહી હતા. બોટાદવાળા બોટાદ માટે આગ્રહી હતા. છેવટે એમ નક્કી થયું કે ગમે ત્યાં લઈ જવાનું નક્કી થાય પણ તેમના દેહને વાહનમાં નહિ લઈ જવાનો. ખાંધે ઉપાડીને લઈ જવાનો. આ અમદાવાદ માટે શક્ય નહોતું. બોટાદવાળાની બધી તૈયારી હતી. તેથી છેવટે બોટાદ લઈ જવાનું નક્કી થયું.
પાલિતાણા નૂતન મંદિર પ્રતિષ્ઠાનો પ્રસંગ]
[૧૩૯