________________
કિસ્તુરભાઈ ચણીભાઈએ અમદાવાદમાં સાધુ સંમેલન બોલાવવાનું નક્કી કર્યું અને પૂ.આ. વિજય નેમિસૂરિજીની| તેમણે મુખ્ય દોરવણી લીધી. આ સંમેલન બોલાવતા પહેલાં નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ તથા શેઠI કસ્તુરભાઈ લાલભાઈ વિગેરે બધા આચાર્યોને મળ્યા અને તેમની સંમતિ મેળવી, રાજનગર અમદાવાદમાં ! ૧૯૯૦ ના ફાગણ મહિનામાં સંમેલન બોલાવવાનું નક્કી કર્યું.
આ અરસામાં સાગરજી મહારાજ જામનગર બિરાજતા હતા. તે વખતે કસ્તુરભાઈ મણીભાઈ તથા | કિસ્તુરભાઈ લાલભાઈ તેમને ત્યાં મળ્યા અને સંમેલન બોલાવવાની વાર્તા કરી. ત્યારે સાગરજી મહારાજે કહ્યું ! કે આ સંમેલન તમે બોલાવો છો તે કવખતનું છે. કેમકે સાધુઓનો પરસ્પર મનમેળ નથી અને સંમેલન લડી! ઝઘડીને વિખૂટું પડે તો તેનાથી જૈન સંઘની આબરૂને ધક્કો લાગશે. માટે હમણાં કાળ પાક્યો નથી લાગતો. ; નગરશેઠે સાગરજી મહારાજને કહ્યું, સાહેબ ! અમે અમદાવાદમાં સાધુભગવંતોને બોલાવીએ છીએ. જે સર્વત્યાગી મુનિ થયા છે તે ભેગા થઈ લડશે તો અમે સમજીશું કે સાધુ સાધુ રહ્યા નથી. અમને પૂરો વિશ્વાસ Iછે સાથે બેસશો એટલે ઘણો ખરો ઉકેલ આવશે. - | નગરશેઠની સહીથી મુનિ-સંમેલનની આમંત્રણ પત્રિકા તમામ સાધુઓને, ગચ્છના ભેદ સિવાય,! ખરતર ગચ્છ વિગેરે બધાને આમત્રણ આપ્યા તેમને ઊતરવાની વ્યવસ્થા અને વૈયાવચ્ચની વ્યવસ્થા માટે જુદી ;
જુદી કમિટિઓ નીમાઈ. અમદાવાદમાં મુનિ-સંમેલન ભરાયા અગાઉ ખૂબ ધર્મનું વાતાવરણ જાગ્યું. દૂર દૂરથી i jઆચાર્યાદિ મુનિભગવંતોએ અમદાવાદ તરફ વિહાર કર્યો. દિલ્લી તરફથી ત્રિપુટી મહારાજ, મારવાડથી | વલ્લભસૂરિ મહારાજ વિગેરે બધા અમદાવાદ તરફ આવવા લાગ્યા. આમ, એકબીજા આચાર્યોના ભક્તો સૌI પૂજયોની સેવામાં તત્પર બન્યા.
આ દરમ્યાન પૂજ્ય આચાર્ય વિજય નેમિસૂરિ મહારાજે કોઠ મુકામે પૂઆ. દાનસૂરિજી, પૂ.આ. લબ્ધિસૂરિજી વિગેરેને મળવા માટે કહેણ મોકલ્યું. પણ કોઈ મળવા આવ્યું નહિ. પૂ.આ. નેમિસૂરિ મહારાજ અમદાવાદ આવ્યા અને ભગુભાઈ સુતરિયાના બંગલે ઊતર્યા. તેમણે જોયું કે મુનિ સંમેલન માટેનું વાતાવરણનું યોગ્ય ન હતું. કેમકે તે વખતે વિદ્યાશાળામાં વિરાજતા પૂ.આ. સિદ્ધિસૂરિ મહારાજ, પૂ.આ. દાનસૂરિ મહારાજ, પૂ.આ. લબ્ધિસૂરિ મહારાજ વિગેરેનો સાથ ન હતો. બીજી બાજુ નીતિસૂરિ મહારાજ દીક્ષા! વિગેરેના પ્રસંગોમાં તટસ્થ ગણાતા હતા તે પણ સાથમાં ન હતા. તેમણે પણ તેમનો જુદો ચોકો જમાવ્યો ! હતો. અને તેમના સાથમાં પૂ.આ. વલ્લભસૂરિજી, વિદ્યા વિજયજી, માણેકસિંહ સૂરિજી વિગેરે જુદા જુદા નાના સમુદાયો હતા. પૂ.આ. સાગરાનંદસૂરિજીનો પણ નેમિસૂરિજી સાથે સંપર્ક ન હતો. આ પહેલાં દીક્ષા વિગેરેના પ્રસંગમાં સાગરજી મહારાજ પૂ.આ. દાનસૂરિ, લબ્ધિસૂરિ વિગેરે સાથે હતા તે ૮૮-૮૯ નાં વર્ષો 1 દરમ્યાન સંબંધ બગડવાથી અળગા થઈ ગયા હતા. આમ, મુનિ-સંમેલનના મુખ્ય સૂત્રધાર પૂ.આ. નેમિસૂરિ! હોવા છતાં જુદા જુદા સમુદાયોનો કોઈ સાથે મેળ નહોતો. એટલું જ નહિ, પણ વિરોધ હતો.
આ ચાલતું હતું તે દરમ્યાન સાગરજી મહારાજના સમુદાયમાં છાણી મુકામે પરસ્પર સાધુઓમાં iઝઘડો થયો, મારામારી થઈ અને પૂજય ચંદ્રસાગરજી, ધર્મસાગરજી, હંસસાગરજી વિગેરે સાધુઓ જુદા પડયા. 1
પેપરોમાં આ સમાચાર મોટા અક્ષરે છપાયા. જેને લઈને સાગરજી મહારાજની છાયામાં થોડી ઓછાશ આવી. | 1 સાગરજી મહારાજ વિહાર કરતા તેમની પાસે રહેલા સાધુઓ સાથે અમદાવાદ રાજપુર આવ્યા. અને ત્યાંથી વિહાર કરી એલિસબ્રીજ ગિરધરભાઈ છોટાલાલનાં બંગલે જવાનું નક્કી કર્યું. ================================ ૧૦૮].
( મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા
-