SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ - (ભાગ - લિંબાય - 8 મુનિ સંમેલન વિ.સં. ૧૯૯૦ના ફાગણ મહિનામાં અમદાવાદમાં મુનિ સંમેલન ભરાયું. તે વખતના મુખ્ય સૂત્રધાર; પૂ.આ. વિજય નેમિસૂરિ મહારાજ અને નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ હતા. ૧૯૯૦ પહેલાં જૈન-શાસનમાં દીક્ષાનાં પ્રકરણ અંગે ખૂબ જ ઊહાપોહ થયેલ. દીક્ષા આપવાની સમર્થનમાં યંગમેન્સ જૈન સોસાયટી, ધર્મારાધક સંસ્થા વિગેરે સંસ્થાઓ, જૈન યુવક સંઘ-મુંબઈએ દેશવિરતિ ! દિક્ષાનો વિરોધ કરેલો, તે વિરોધનો સામનો કરવા ઊભી થયેલી. આમ, યુવક સંઘ અને સોસાયટી આ નામથી પરસ્પર ખૂબ જ ઘર્ષણ ઊભું થયેલું. સુધારકોએ અઢાર (૧૮) વર્ષ પહેલા દીક્ષા ન આપવી તેવો કાયદો લાવવા દેશી રજવાડાઓમાં પ્રયત્ન કરેલો. અને તેનો કાયદો લાવવાનું બિલ ધારાસભામાં લાવેલું.i | સુધારકો તરફથી જ્યાં-જયાં નાની ઉંમરના બાળકોની દીક્ષા થાય ત્યાં તોફાનો આરંભેલાં. અને ! દીક્ષા આપનારને પકડાવવા સુધીના પ્રયત્નો કરેલા. આના પરિણામે સાધુઓ પ્રત્યે દ્વેષનું વાતાવરણ સુધારકોએ ઊભું કરેલું. તેના ઝઘડા, પાટણ, ખંભાત, રાધનપુર વિગેરે ઠેકાણે મોટા પ્રમાણમાં થયા. એટલું જ નહિ, jપણ જ્ઞાતિઓમાં પણ ભેદ પડ્યા. સગાવ્હાલામાં પણ ભેદ પડ્યા. યુવક સંઘની માન્યતાવાળાના સગાઓનું સર્કલ જુદું થયું, અને દીક્ષાનાં સમર્થક સોસાયટીની માન્યતાવાળાઓનું સર્કલ જુદું થયું. 1 એકબીજાનાં સગપણ-સાંધાઓ તૂટવા માંડ્યા. સાધુઓના સામૈયામાં વિરોધ થવા લાગ્યો. કોર્ટે કેસ જવા લાગ્યા. આમ, વાતાવરણ ઘણું કલુષિત થયું. | યુવક સંઘનાં સમર્થક તરીકેમાં પૂજય વિજયવલ્લભસૂરિજી, પૂ. વિદ્યાવિજયજી ગણાવા લાગ્યા. અને આ બાળદીક્ષાના સમર્થક તરીકે પૂ.આ. સાગરાનંદસૂરિ, પૂ.આ. લબ્ધિસૂરિ, પૂ.આ. રામચંદ્રસૂરિ વિગેરે ગણાવા ! લાગ્યા. જ્યારે વિજય નેમિસૂરિ મહારાજ અને વિજય નીતિસૂરિ મહારાજ તટસ્થ તરીકે ગણાતા હતા. આ તટસ્થોને પણ દીક્ષાના સમર્થક આચાર્યો તરફથી ઘણા ઉપાલંભ સાભંળવા પડતા. આમ, સાધુ-સમાજમાં, 1 સંઘમાં અને જ્ઞાતિમાં દીક્ષાના પ્રસંગે અને દેવદ્રવ્યના પ્રસંગે ખૂબ જ વાતાવરણ ડહોળાયું હતું. આ બધાનો i શાંતિથી, સાથે બેસીને ઉકેલ આવે તે માટે સંઘના આગેવાનો ચિંતિત હતા. આ ચિંતાને લઈ નગરશેઠI == == =========== ==== ======== ===== મુનિ સંમેલન]. [૧૦૭
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy