________________
આ વખતે રામચંદ્રસૂરિજી મહારાજ પાદરા હતા. વ્યાખ્યાનમાં તેમને લોકોએ પ્રશ્નો પૂછ્યા. પટ્ટક બહાર પડ્યો, તમારું શું માનવું છે ? તેમણે કહ્યું કે એક મુખ્ય સમુદાયના આચાર્યની સહી નથી. જોઉં છું કે શું થાય છે ? અત્યારે કાંઈ બોલતો નથી, પણ જરૂર પડે ત્યારે તેનો પ્રતિકાર કરીશ.
પટ્ટક બહાર પડ્યા પછી દેવેન્દ્રસાગરસૂરિના પગલે સુબોધસાગરસૂરિએ પણ પોતાની સહી પાછી |ખેંચી અને જણાવ્યું કે ‘‘સમગ્ર શાસનની એકતા થાય છે અને રામચંદ્રસૂરિ વગેરે પણ સંમત છે એમ માની, I સમજી મેં સહી કરી હતી પણ તેમ ન હોવાથી મારી સહી હું પાછી ખેંચું છું”. આ પછી તો પટ્ટકમાં સહી કરનારા એકતિથિ પક્ષના આચાર્યોમાં નેમિસૂરિ મહારાજના સમુદાય સિવાય બધા આચાર્યો ખરી પડ્યા અને ! એકબીજા ઉપર આક્ષેપ, પ્રતિઆક્ષેપ થવા માંડ્યા. એક તિથિ પક્ષના બધા સમુદાયોનો આજ સુધી મારી પ્રત્યે અનન્ય સદ્ભાવ હતો તે પણ ઓછો થયો. અને મારા ઉપર પણ જુદા જુદા આક્ષેપો થયા. નરેન્દ્રસાગરસૂરિએ |એક પછી એક થોકબંધ પત્રિકાઓ બહાર પાડવા માંડી અને મુંબઈમાં પણ આક્ષેપ - પ્રતિઆક્ષેપ પૂર્વકના |ખૂબ ખૂબ લખાણો આવવા માંડ્યાં.
-
આ બધું નાટક જોઈ રામચંદ્રસૂરિજીને ખૂબ આનંદ થયો. નેમિસૂરિજીવાળા અને સાગરજીવાળાને આક્ષેપ - પ્રતિઆક્ષેપમાં ઊતરતા જોઈને મલકાયા. એક પ્રસંગે ડહેલાવાળા રામસૂરિ તેમને મળવા ગયા, અને તેમને (રામચંદ્રસૂરિને) પટ્ટકના વિરોધમાં સૂર પૂરાવવાનું કહ્યું ત્યારે તે મૌન રહ્યા કે અમારે કાંઈ કહેવાની જરૂર નથી.
આ અરસામાં જમ્બુવિજયજી મહારાજે આચરણાના સંબંધમાં એક સવિસ્તર લેખ પ્રસિદ્ધ કર્યો અને તેમાં જણાવ્યું કે સંઘની શાંતિ ખાતર આચરણામાં આચાર્યો ફેરફાર કરી શકે અને આવો ફેરફાર ઘણી વખત થયો છે. તેના શાસ્ત્રીય પુરાવા રજૂ કર્યા.
મારા ઉપર પણ વર્ષોથી એક તિથિ પક્ષના વફાદાર સાથી રહેવા છતાં આક્ષેપો થયા. તેનો સવિસ્તર
રદિયો મારા નામથી મુંબઈની ‘સંદેશ’ની આવૃત્તિમાં પ્રસિદ્ધ કર્યો.
આ આક્ષેપ-પ્રતિઆક્ષેપનું યુદ્ધ એટલું બધું લાંબું ચાલ્યું કે એક તિથિ પક્ષમાં જ બે જૂથ પડ્યા. અને |આક્ષેપ-પ્રતિઆક્ષેપ માટે જાહેર દૈનિકો સિવાય પોતાના પાક્ષિક અને માસિક સમાચારપત્રો કાઢ્યા. આ બધું વિ.સં. ૨૦૪૧ થી શરૂ થઈ વિ. સં. ૨૦૪૨ના સંવત્સરી સુધી ચાલ્યું. વિ.સં. ૨૦૪૨ની સંવત્સરી આવતાં । પહેલાં અમદાવાદમાં નગરશેઠના વંડામાં એક મિટિંગ શ્રેણિકભાઈના પ્રમુખપણા નીચે બોલાવવામાં આવી. I આ મિટિંગમાં બધા ઉપાશ્રયોના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું. શ્રેણિકભાઈ શેઠે પટ્ટક સંબંધી આજ સુધી બનેલ સિલસિલાબંધ વૃત્તાંત કહ્યો અને જણાવ્યું કે ‘‘પંડિતજીને એન્જાઈનાનું દર્દ હોવા છતાં ખૂબ મહેનત કરી બધાની સહીઓ લઈ મારી પાસે તે પત્ર મૂકવામાં આવ્યો ત્યારે મેં આમાં ભાગ લીધો. પણ |સહીઓ કર્યા પછી આચાર્યમહારાજ જેવા મોટા માણસો ફરી જશે તેનો ખ્યાલ તો તેઓ ફરી ગયા પછી જ| Iઆવ્યો. વિ.સં. ૨૦૪૨ની સંવત્સરી સૌ સૌને ત્યાં બિરાજતા મુનિઓ પ્રમાણે કરે એ માટે આપણો સંઘ કોઈ જાતનો આગ્રહ રાખતો નથી’’. આ પ્રમાણે અમદાવાદમાં અગાઉ ચોમાસાનું નક્કી થયા મુજબ સંવત્સરી થઈ. મોટા ભાગે ભા.સુ. પાંચમના ક્ષયે છઠના ક્ષયપૂર્વકની ચોથના દિવસે સંવત્સરી થઈ. થોડા વર્ગે ભા. સુ. ત્રીજના ક્ષયપૂર્વકની સંવત્સરી કરી. આમ ત્રીજના ક્ષયપૂર્વકની સંવત્સરી આગળના દિવસે અને છઠના ક્ષયપૂર્વકની સંવત્સરી પછીના દિવસે આવી. અમારા વિશ્વનંદીકરના ઉપાશ્રયે સાગરજી મહારાજના સાધુ |
તિથિ ચર્ચા]
[૧૦૩