________________
T“દેવેન્દ્રસાગરસૂરિ ન માને અને નેમિસૂરિવાળા જો કબૂલ થાય તો પણ અમે પટ્ટક માટે તૈયાર છીએ”. આથી! 'સૂર્યોદયસૂરિ, હેમચંદ્રસૂરિ વગેરેની પ્રેરણાથી મેરૂપ્રભસૂરિ મહારાજને પટ્ટક બહાર પાડવામાં સંમત કર્યા. પણT તેમણે દક્ષસૂરિ મહારાજની સંમતિ મેળવવાની અપેક્ષા રાખી. આ માટે દક્ષસૂરિ મહારાજ પાસે ખાસ શ્રાવકોને
મોકલ્યા અને ખૂબ ખૂબ મથામણ પછી તેમણે સંમતિ આપી. આ સંમતિ આવ્યા બાદ મેરૂપ્રભસૂરિજી મહારાજ jપટ્ટકને અનુસરવા સંમત થયા.
(૨૭) શ્રીયુત શ્રેણિકભાઈ શેઠને ત્યાં રમણલાલ વજેચંદ સાથે મારે જે વાત થઈ તેમાં ભા.સુ. ૮ સુધી રાહ! જોવાનું નક્કી થયું. પણ તે દરમ્યાન ઘણો ખળભળાટ મચ્યો. i ભા. સુ. ૫ ની સવારે શ્રીપાળ નગર (મુંબઈ)માં રહેતા એંક કચ્છી ભાઈ મારે ત્યાં આવ્યા. અને . કિલાપૂર્ણસૂરિ મહારાજના હાથનો એવો કાગળ લઈને આવ્યા કે “પટ્ટકમાં મારી સહી ગણશો નહિ અનેT પંડિતજીને માલૂમ થાય કે હું પટ્ટકમાંથી નીકળી જાઉં છું”. આ કાગળ મારા હાથમાં મૂકી તે ભાઈ કોઈ પણ! જાતની વાતચીત કર્યા વગર ચાલ્યા ગયા. આ દિવસ ભા. સુ. ૫ નો હતો. હું વિચારમાં પડ્યો. ત્યાં રાતે મુંબઈથી મારા ઉપર કોલ ઉપર કોલ આવ્યા. તેમાં જણાવ્યું કે કચ્છી ભાઈ જે કાગળ લઈને આવ્યા, તે વાત jજાણ્યા પછી અમે એરોપ્લેન દ્વારા જયપુર ગયા હતા અને ક્લાપૂર્ણસૂરિ મહારાજનો બીજો કાગળ લઈને આવ્યા Iછીએ અને તેમાં તેમણે જણાવ્યું છે કે “કચ્છી ભાઈ દ્વારા આવેલ કાગળને કેન્સલ ગણવો અને હું મારા વતી] Iઓમકારસૂરિએ સહી કહી હતી તે કબૂલ રાખું છું. એટલું જ નહિ, પણ મારી હું સહી કરી આપું છું.' રામચંદ્રસૂરિ મહારાજ સંમત થયા કે ન થાય હું પટ્ટકમાં સંમત છું”.
(૨૮) પૂજ્ય આચાર્ય મેરૂપ્રભસૂરિ મહારાજની સંમતિ બાદ આગેવાનો શ્રેણિકભાઈને મળ્યા. નક્કી કર્યું કે જે થવું હોય તે થાય, આપણે પટ્ટક બહાર પાડી દઈએ. આ પટ્ટકમાં ડહેલાવાળા રામસૂરિની સહી નથી અને દિવેન્દ્રસાગરસૂરિએ સહી કરી છે છતાં તેમણે પાછળથી ના કહેવડાવી છે તો તે સહી છોડીને બીજાઓની! સહીઓ પૂર્વકનો પટ્ટક બહાર પાડી દેવો.
આમ કરવાથી બીજું કાંઈ નહિ તો બે તિથિ પક્ષમાં મોટું ગાબડું પડે છે, અને આ રીતે બાર આની; એકતા સધાય છે. સાગરજી મહારાજનો સમુદાય સંવત્સરી પૂરતો જુદો પડે છે, પણ તેને સમજાવી લેવાશે.' એમ માની આ પટ્ટક બહાર પાડવાનું નક્કી થયું. પેપરમાં આપવા માટેનો આખો મુસદો મેં સવિસ્તર તૈયાર! કર્યો અને એની ભૂમિકા પણ બતાવી અને આ મુસદા ઉપર શ્રેણિકભાઈની સહી લઈ ગુજરાત સમાચારમાં બહાર પાડવાનું નક્કી કર્યું.
બહાર પાડવાના આગળના દિવસે હું રામપુરા બિરાજતા દેવેન્દ્રસાગરસૂરિ મહારાજને મળ્યો, અનેT કહ્યું કે પટ્ટક બહાર પડશે અને તે કાલે સવારે જ બહાર પડશે. તમે સંમત નહિ થાવ તો પણ તમારી સાથેના! બીજા પટ્ટકને અનુસરશે. તેમને આખી રાત ઊંઘ ન આવી. ખૂબ અજંપો થયો. મારા ઉપર ઘણું ખોટું લાગ્યું. ' પટ્ટક બહાર પડ્યો. અમદાવાદના “ગુજરાત સમાચાર'માં છપાયો. ================================ ૧૦૨]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા |
|
-
-
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—