SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વીસ સ્થાનક તપની આરાધના સળંગ ૨૦-૨૦ ઉપવાસ ૨૦ વખત કરીને આરાધના કરેલ. ૨૦ ઉપવાસે પાલિતાણાની યાત્રા કરી આયંબિલથી પારણું કરેલ. વર્ધમાન તપની ઓળીમાં પણ વચ્ચે વિવિધ તપશ્ચર્યા. ૧૦૦ મી ઓળીનું પારણું કર્યા વગર સળંગ ૧૦૮ ઓળી દ્વારા ૧૦૦૮ આયંબિલ ઉપર અઠ્ઠમ કરી પારણું કર્યા વગર અખંડ ૧૭૫૧ આયંબિલ કરી આગ્રહવશ પારણું કર્યું. ફરી આયંબિલ શરૂ કરતાં ૪૬૦૧ કર્યા. વિગય ત્યાગ આદિની આરાધના કરી ખૂબ જ વિનયી, વૈયાવચ્ચપ્રેમી, ભક્તિ અને આજ્ઞાપાલન દ્વારા વિશિષ્ટ ગુરુકૃપા પ્રાપ્ત કરેલ. ધન્ય છે એ ગુરુવરને .... પૂ. ઘોર તપસ્વી હિમાંશુસૂરીજી અદ્ભુત તપ દ્વારા ઈતિહાસનું નવસર્જન કરનાર વર્ધમાન આયંબિલ તપ આરાધના ૧૦૦+૧૦૦+૮૯=૨૮૯ ઓળીના આરાધક સાથે નાની તપશ્ચર્યાઓ તો ચાલુ જ હતી. અનેક ઓળીઓ ઠામ ચૌવિહાર (આહાર તથા પાણી સાથે જ લેવાનું) કરેલા - પૂ. રાજતિલકસૂરિજી વટ સમવસરણ તપ, સિંહાસન તપ, આયંબિલ તપ દ્વારા જીવનને નવપલ્લવિત બનાવેલ છે. એ તપોભૂતિ હતા. વચનસિધ્ધ અને શાસન પ્રભાવક હતા. - પૂ. ભક્તિસૂરિજી, Qી વર્ધમાનતપની ૬૮ ઓળી તથા નવપદની ૧૧૪ ઓળી કરેલ. એ સિવાય પણ તપશ્ચર્યાઓ કરેલ આયંબિલ પ્રચારક તરીકે પ્રસિધ્ધિ પામેલ. અનેક ગ્રન્થોનું સંપાદન કરેલ. - પૂ. ચંદ્રસાગરસૂરિજી જ વિવિધ તપશ્ચર્યા દ્વારા શરીરને સાવ સુકવી નાખ્યું હતું. એમની પ્રભુભક્તિ, ધ્યાન મગ્નતા ખૂબ જ સરાહનીય હતી. - પૂ. કલાપૂર્ણસૂરિજી હરિ તપ સાધના અજોડ હતી. જૈન ખગોળની જાણકારી, વિજ્ઞાનને પણ જેમણે પડકાર ફેંક્યો. ખૂબ જ ઊંડા તળસ્પર્શી અભ્યાસી, અનેક ભાષાઓના જાણકાર, પાલિતાણામાં જંબુદ્વિપ નિર્માણ દ્વારા અદ્ભુત શાસનની સેવા કરી હતી. - પૂ. ૫. અભયસાગરજી છૂટ તપ સાથે જેમણે જીવનને પણ તપોવન બનાવ્યું. નૈતિક હિમ્મત પ્રાપ્ત કરી શાસનની દાઝ ઊભી કરી તપોવન દ્વારા અનેક બાળકોના જીવન સંસ્કારદાતા બન્યા. અજબ ખુમારી, દેશદાઝ, ધર્મદાઝ, શાસનદાઝા તેમજ જીવદયાના પ્રખર હિમાયતી હતા. - પૂ. ૫. ચંદ્રશેખરવિજયજી કિ ગુરુ આજ્ઞા, વિનય જેમનો તપ છે. નવકારશી, પચ્ચખાણ લેવા ગયા ને ગુરુદેવે ૧૬ ઉપવાસ + બીજા ૧૬ ઉપવાસ કુલ ૩૨ ઉપવાસ, ૩૨ ઉપવાસ ૪ વખત, ૨૨૫ વખત અઠ્ઠાઈતપ. - પ. પૂ. ત્રિલોચનસૂરિજી ઘી તપશ્ચર્યા દ્વારા આહાર સંજ્ઞા ઉપર અદ્ભુત વિજય મેળવ્યો છે. જૈફ વયે પણ ૪૯ વર્ષથી સળંગ વર્ષીતપની આરાધના કરી રહ્યા છે. - પૂ. ગુણોદયસૂરિજી
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy