SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના “તમે ના તો રા' એ જૈન સુત્રનું મહાવાકય છે. જીવનમાં જ્ઞાન એક એવી અદ્દભુત વસ્તુ છે કે જેને લીધે મનુષ્ય પોતાનું જીવન સુખ, સંતોષ અને રસીતાપૂર્વક વહાવી શકે. મનુષ્યને જે સારા ખેટાની સમજણ ન હોય તો તેને જીવનમાં લેશ પણ આનંદ આવી શકતો નથી. ઉલટું, તેનું જીવન અવ્યવસ્થિતપણે વહન થઈ તે ભાવિ દુઃખમાં ધકેલાઈ જાય છે. એટલા જ માટે પ્રભુ મહાવીરે કહ્યું છે કે જીવનમાં જ્ઞાન વસ્તુને ઓળખવી એ સર્વ કેઈ શ્રાવકનું પ્રથમ કર્તવ્ય છે અને તે જ્ઞાનને ઓળખ્યા પછી જ મનુષ્ય દયા, પ્રેમ, અહિંસા, સત્ય, પરોપકાર, ક્ષમાદિ ગુણોને વિકસાવી પિતાના આત્માનું શ્રેય સાધી શકે છે. જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન અપાર છે. તેમાં સૂક્ષ્મ બાબતથી લઈને સ્કૂલમાં ધૂલ વિષયોનું અગાધ જ્ઞાન ભવું પડયું છે. એ જ્ઞાન મેળવી, તે દ્વારા આદરવા ગ્ય આદરીને, છાંડવા ગ્ય છાંડીને અને જાણવા યોગ્ય જાણીને સાચે જેન પિતાના આત્માને ઉચ્ચ ગતિ પ્રતિ લઈ જઈ શકે છે. સ્થા. જૈનધર્મ માન્ય ૩૨ આગમો ( સિહાન્ત ) છે, તેની, દ્રવ્યાનુગ, ગણિતાનુયેગ, ચરણકરણનુગ અને કથાનુગઃ એવા ચાર વિભાગોમાં વહેંચણી કરવામાં આવી છે. તે સૂત્રોમાંથી જાણવા ગ્ય શેક (તત્વસંગ્રહ) ને કેટલાક પ્રકરણે પ્રસ્તુત ગ્રન્થમાં આપવામાં આવ્યા છે. જેથી આબાલવૃદ્ધ સર્વે કાઈ તત્ત્વજ્ઞાસુ તેને સારી રીતે અભ્યાસ કરી શકે આવા ગૂજરાતી ભાષામાં સૂત્રોમાંથી સંક્ષિપ્ત રીતે ઉતારેલા રોકડા, અધ્યયને, સ્તોત્રો આદિના એક સપાગી ગ્રન્થની જૈન સમાજને ભારે આવશ્યકતા હતી, તે પૂર્તિ કરવાનું મહાન પરિશ્રમી કાર્યો આજથી ૪૭ વર્ષ પહેલાં જામનગરનિવાસી ધર્મપ્રેમી તત્ત્વજ્ઞ સ્વ. શ્રી આણંદજી તારાચંદ પુનાતરે ઉપાડયું અને “જ્ઞાનસાગર” નામથી તેની પહેલી આવૃત્તિ ઈ સ. ૧૮૯૯ના ઓગસ્ટમાં પ્રગટાવી. પુસ્તક આદરણીય બન્યું અને જેન સમાજે તેને પૂરેપૂરું અપનાવ્યું, એટલે તે પછી અત્યાર સુધીમાં આ પુસ્તકની છ આવૃત્તિ પ્રકટાવવાનું માન સ્વર્ગસ્થ પુનાતરને ઘટે છે.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy